- Advertisement -

અક્ષયકુમાર 10 દિવસના શૂટિંગ માટે રૂ. 50 કરોડ ચાર્જ કરશે!

- Advertisement -
  • વીર પહાડિયા સ્ટારર ‘સ્કાય ફોર્સ’માં કોચના રોલમાં જોવા મળશે
  • આ ફિલ્મ આ વર્ષે 2 ઓક્ટોબરે રિલીઝ થઈ શકે છે
  • જ્હાન્વી કપૂરની નાની બહેન ખુશી કપૂરને ડેટ કરી રહ્યો છે

અક્ષય કુમારની ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’ હાલમાં જ રિલીઝ થઈ છે. આ વચ્ચે હવે સાંભળવા મળી રહ્યું છે કે એક્ટર ટૂંક સમયમાં વીર પહાડિયાની ડેબ્યૂ ફિલ્મ ‘સ્કાય ફોર્સ’નું શૂટિંગ શરૂ કરશે.

- Advertisement -

ફિલ્મમાં વીર એરફોર્સ ઓફિસરની ભૂમિકા ભજવશે. અક્ષય આ ફિલ્મમાં કેમિયો રોલ કરશે. આ ફિલ્મમાં તે વીરના કોચની ભૂમિકામાં જોવા મળશે. રિપોર્ટ્સનું માનવામાં આવે તો અક્ષય ફિલ્મના 10 દિવસના શૂટ માટે મેકર્સ પાસેથી 50 કરોડ રૂપિયા વસૂલ કરી રહ્યો છે. આ ફિલ્મની વાર્તા 1945ના ભારત-પાકિસ્તાન યુદ્ધની આસપાસ વણાયેલી છે. નિર્માતાઓનો દાવો છે કે ત્યારપછી ભારતે પાકિસ્તાન પર પ્રથમ હવાઈ હુમલો કર્યો હતો. આ ફિલ્મમાં અક્ષય અને વીર ઉપરાંત સારા અલી ખાન અને નિમરત કૌર પણ જોવા મળશે. આ ફિલ્મ આ વર્ષે 2 ઓક્ટોબરે રિલીઝ થઈ શકે છે. મેકર્સે ગયા વર્ષે 2 ઓક્ટોબરે ગાંધી-શાસ્ત્રી જયંતી પર આ ફિલ્મનું ટીઝર શેર કર્યું હતું. આ ફિલ્મમાં કામ કરતા પહેલાં વીર આસિસ્ટન્ટ ડાયરેક્ટર પણ હતો અને વરુણ ધવનની ફિલ્મ ‘ભેડિયા’માં વરુણની બૉડી ડબલ હતો. વીર મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી સુશીલ કુમાર શિંદેનો પૌત્ર છે. વીર થોડા વર્ષો પહેલાં સારા સારા અલી ખાનને ડેટ કરી ચૂક્યો છે. હાલમાં એવી ચર્ચા છે કે તે જ્હાન્વી કપૂરની નાની બહેન ખુશી કપૂરને ડેટ કરી રહ્યો છે. જ્હાન્વી પોતે વીરના મોટા ભાઈ શિખર પહાડિયાને ડેટ કરી રહી છે.

- Advertisement -
- Advertisement -