યુવરાજની IPLમાં થઈ શકે છે રી-એન્ટ્રી, ગાંગુલી સાથે મળીને દિલ્હીને બનાવશે મજબૂત – Daily News Gujarat

યુવરાજની IPLમાં થઈ શકે છે રી-એન્ટ્રી, ગાંગુલી સાથે મળીને દિલ્હીને બનાવશે મજબૂત

યુવરાજ સિંહના ફૅન્સ માટે એક ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા છે. અહેવાલો અનુસાર ટૂંક સમયમાં દેશની પ્રતિષ્ઠિત ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં તે નવા અંદાજમાં જોવા મળશે. લગભગ પાંચ વર્ષ પહેલાં IPLમાં પોતાની છેલ્લી મૅચ રમનાર યુવરાજ સિંહ આ વખતે લીગમાં કોચ તરીકે રી-એન્ટ્રી કરવા માટે તૈયાર છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે દિલ્હી કૅપિટલ્સે આ દિગ્ગજ ઑલરાઉન્ડરનો સંપર્ક કર્યો છે.

જો બધું બરાબર રહેશે તો તે આગામી સીઝનમાં ટીમના ડાયરેક્ટર ઑફ ક્રિકેટ સૌરવ ગાંગુલી સાથે કામ કરતો જોવા મળશે.

છેલ્લાં ત્રણ વર્ષથી ખરાબ પ્રદર્શન કરી રહેલી આ ફ્રૅન્ચાઇઝીએ હાલમાં જ રિકી પૉન્ટિંગને હેડ કોચના પદથી હટાવ્યો હતો. ભારતીય હેડ કોચની શોધ કરી રહેલી આ ફ્રૅન્ચાઇઝીમાં જો યુવરાજ સિંહ આવશે તો ટીમની વિશ્વસનીયતામાં વધારો થશે. ૪૨ વર્ષનો યુવરાજ સિંહ ૨૦૧૫માં દિલ્હી કૅપિટલ્સ માટે રમી ચૂક્યો છે.