જન્માષ્ટમી પહેલા ઘરે લઈ આવો આ વસ્તુઓ, કૃષ્ણ સાથે માતા લક્ષ્‍‍મીની પણ રહેશે કૃપા – Daily News Gujarat

જન્માષ્ટમી પહેલા ઘરે લઈ આવો આ વસ્તુઓ, કૃષ્ણ સાથે માતા લક્ષ્‍‍મીની પણ રહેશે કૃપા

હિન્દૂ ધર્મમાં શ્રીકૃષ્ણ જન્માષ્ટમી ખૂબ જ મહત્વ ધરાવે છે. દેશભરમાં રાત્રે 12 વાગ્યે ધામધૂમથી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવે છે. સાથે જ તેમને 56 ભોગ લગાવીને હિંચકામાં ઝુલાવવામાં આવે છે. હિન્દૂ પંચાંગ અનુસાર, દર વર્ષે ભાદરવા મહિનાની શુક્લ પક્ષની આઠમના દિવસે જન્માષ્ટમીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ વર્ષે 26 ઓગસ્ટ, 2024ના રોજ જન્માષ્ટમીનો તહેવાર ઉજવવામાં આવશે.

શાસ્ત્રો અનુસાર, આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરવાથી બધા જ પ્રકારના દુ:ખોનો નાશ થાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, જન્માષ્ટમીના દિવસે કેટલીક વસ્તુઓને ઘરમાં લાવવાથી શ્રીકૃષ્ણ, ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્‍મી પ્રસન્ન થાય છે. આવા ઘરમાં ક્યારેય ધનની કમી નથી થતી અને ખુશીઓ જળવાઈ રહે છે. ત્યારે અહીં જાણીશું કે જન્માષ્ટમીના દિવસે કઈ વસ્તુઓ ઘરે લાવવી શુભ માનવામાં આવે છે.

બાલ ગોપાલની મૂર્તિ

જો તમારા ઘરમાં બાલ ગોપાલની મૂર્તિ નથી અને તમે મૂર્તિ લાવીને તેની સેવા કરવા માંગો છો, તો તેની માટે જન્માષ્ટમીનો દિવસ ઉત્તમ માનવામાં આવે છે. આ દિવસે તમે તમારી ઇચ્છાનુસાર બાલ ગોપાલની મૂર્તિ લઇ આવો અને મધ્ય રાત્રીએ તેને સ્નાન કરાવી, ભોગ લગાવીને હિંચકો ઝુલાવો.

વાંસળી

ભગવાન શ્રીકૃષ્ણને વાંસળી ખૂબ જ પ્રિય છે. તેઓ હંમેશા વાંસળી પોતાની પાસે રાખે છે. ત્યારે તમે જન્માષ્ટમીના દિવસે ઘરે વાંસળી લાવી શકો છો. વાંસળી ઘરમાં રાખવાથી વાસ્તુ દોષ દૂર થાય છે. તેમજ મંદિર કે કોઈ દિવાલ પર વાંસળી લટકાવવાથી સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ સાથે બિઝનેસ, કરિયરમાં સફળતા મળે છે અને નફો થાય છે. વાંસળીને બેડરૂમમાં રાખવાથી દાંપત્ય જીવનમાં ખુશીઓ જળવાઈ રહે છે.

મોરનું પીંછું

ભગવાન શ્રીકૃષ્ણ પોતાના મુકુટમાં મોરનું પીંછું લગાવે છે. તેને રાધાના પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે. જન્માષ્ટમીના દિવસે મોરનું પીંછું ઘરે લાવવાથી ઘરમાં બરકત રહે છે અને ધનની કમી નથી થતી. સાથે જ જીવનમાં ખુશીઓ જળવાઈ રહે છે.

ગાય અને વાછરડીની મૂર્તિ

જન્માષ્ટમીના દિવસે ઘરે ગાય અને વાછરડીની મૂર્તિ લાવવી જોઈએ. આ ગાયને કામધેનુનું પ્રતીક માનવામાં આવે છે, જે સમુદ્ર મંથન દ્વારા નીકળેલા 14 રત્નોમાંથી એક માનવામાં આવે છે. તેને ઘરમાં રાખવાથી સંતાન સુખની પ્રાપ્તિ થાય છે. સાથે જ સુખ-સમૃદ્ધિ, ધન-સૌભાગ્યની પણ પ્રાપ્તિ થાય છે.

માખણ-મિસરી

ભગવાન કૃષ્ણ માખણચોરના નામથી પણ ઓળખાય છે. તેની સાથે ઘણી વાર્તાઓ જોડાયેલી છે. ભગવાન કૃષ્ણને માખણ મિસરી ખૂબ જ પ્રિય છે. ભગવાન શ્રીકૃષ્ણને માખણ-મિસરી અર્પણ કરવાથી જીવનમાં ખુશીઓ રહે છે. તેને જીવનમાં પ્રેમ ઉમેરવાના પ્રતીક તરીકે જોવામાં આવે છે.

(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)