શ્રી કૃષ્ણ જન્માષ્ટમી, કાન્હાની પૂજા માટે આ છે શુભ મુહૂર્ત, નોંધી લો – Daily News Gujarat

શ્રી કૃષ્ણ જન્માષ્ટમી, કાન્હાની પૂજા માટે આ છે શુભ મુહૂર્ત, નોંધી લો

હિંદુ ધર્મમાં દર વર્ષે ભાદ્રપદ કૃષ્ણની અષ્ટમી તિથિએ જન્માષ્ટમી (Janmashatami 2024) પર્વની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે જન્માષ્ટમીનો તહેવાર 26 ઓગસ્ટ, સોમવારના રોજ ઉજવવામાં આવશે. કહેવાય છે કે શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર મનાવવાથી દરેક મનોકામના પૂર્ણ થઈ શકે છે. ત્યારે જાણો જન્માષ્ટમીની પૂજા વિધિ અને શુભ મુહૂર્ત વિશે.

શ્રી કૃષ્ણ જન્માષ્ટમી શુભ મુહૂર્ત (Janmashtami 2024 Shubh Muhurat)

  • આ વખતે અષ્ટમી તિથિ 26 ઓગસ્ટના રોજ સવારે 03.39 વાગ્યે શરૂ થઈને 27 ઓગસ્ટે મોડી રાત્રે 02.19 વાગ્યે સમાપ્ત થશે.
  • એટલે કે 26 ઓગસ્ટની રાત્રે અષ્ટમી તિથિ હશે.
  • આ વખતે ભગવાન શ્રી કૃષ્ણની પૂજાનો શુભ મુહૂર્ત મધ્યરાત્રિના 12.00 થી 12.44 સુધીનો રહેશે.

શ્રી કૃષ્ણ જન્માષ્ટમીપૂજા વિધિ (Janmashtami 2024 Puja Vidhi)

  • જન્માષ્ટમીના દિવસે સવારે સ્નાન કરીને ઉપવાસ કે પૂજાનો સંકલ્પ લો.
  • દિવસભર પાણી કે ફળોનું સેવન કરો.
  • સાત્વિક રહો.
  • ત્યારબાદ મધ્યરાત્રિએ એક પાત્રમાં ભગવાન શ્રી કૃષ્ણની ધાતુની મૂર્તિને રાખો.
  • તે મૂર્તિને દૂધ, દહીં, મધ, ખાંડ અને છેલ્લે ઘીથી સ્નાન કરાવો. આને પંચામૃત સ્નાન કહેવામાં આવે છે.
  • ત્યારબાદ ભગવાનને જળથી સ્નાન કરાવો.
  • અર્પણ કરવામાં આવનારી તમામ વસ્તુઓ શંખમાં મૂકીને જ અર્પણ કરવી જોઈએ.
  • ત્યારબાદ પીળા વસ્ત્રો, ફૂલ અને અર્પણ કરો.
  • ત્યારબાદ ભગવાનને ઝુલામાં બેસાડીને ઝુલાવો.
  • ઝૂલો ઝૂલાવતા પ્રેમથી તમારી ઈચ્છા કહો.
  • તમારા જીવનમાં ચાલી રહેલી તમામ અવરોધોને કાન્હાજી ખતમ કરી દેશે.

શ્રી કૃષ્ણ જન્માષ્ટમી પ્રસાદ (Janmashtami 2024 Prasad)

શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે વિવિધ પ્રકારની પંજીરી તૈયાર કરીને ભોગ લગાવી શકાય છે.

(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)