આવી રહ્યા છે ગૌરી પુત્ર ગણેશ, આ તારીખે છે ગણેશ ચતુર્થી; જાણો મૂર્તિ સ્થાપના મુહૂર્ત અને વિસર્જન તારીખ – Daily News Gujarat

આવી રહ્યા છે ગૌરી પુત્ર ગણેશ, આ તારીખે છે ગણેશ ચતુર્થી; જાણો મૂર્તિ સ્થાપના મુહૂર્ત અને વિસર્જન તારીખ

સમૃદ્ધિ અને જ્ઞાનના દેવતા ગણેશજી છે. ગણેશ ઉત્સવનો તહેવાર ગણેશ ચતુર્થીના દિવસેથી 10 દિવસ સુધી ઉજવવામાં આવે છે. ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ ગણેશ ચતુર્થી (Ganesh Chaturthi 2024) ઉજવવામાં આવે છે, આ દિવસે મોટાભાગના ઘરો, મોટા પંડાલોમાં ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવે છે અને દસ દિવસ સુધી તેમની પૂજા કરવામાં આવે છે.

ક્યારે છે ગણેશ ચતુર્થી 2024? (Ganesh Chaturthi 2024 Date)

આ વર્ષે ગણેશ ચતુર્થી 7 સપ્ટેમ્બર 2024ના રોજ છે. ગણેશ ઉત્સવ 17 સપ્ટેમ્બર 2024ના રોજ અનંત ચતુર્દશીના રોજ સમાપ્ત થશે. આ દિવસે ગણપતિ બાપ્પાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે અને તેમને વિદાય આપવામાં આવે છે.

ગણેશ ચતુર્થી 2024 સ્થાપના મુહૂર્ત (Ganesh Chaturthi 2024 Sthapana Muhurat)

પંચાંગ અનુસાર, ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિ 6 સપ્ટેમ્બર 2024ના રોજ બપોરે 03:01 વાગ્યે શરૂ થશે અને બીજા દિવસે 7 સપ્ટેમ્બર 2024ના રોજ સાંજે 05:37 વાગ્યે સમાપ્ત થશે.

  • મધ્યાહન ગણેશ પૂજા મુહૂર્ત – સવારે 11:10 થી બપોરના 01:39 વાગ્યા સુધી (02 કલાક 29 મિનિટ સુધી)
  • ગણેશ વિસર્જન – 17 સપ્ટેમ્બર 2024
  • પ્રતિબંધિત ચંદ્ર દર્શનનો સમય – સવારે 09:28 થી રાત્રના 08:59 વાગ્યા સુધી.

(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)