ADVERTISEMENT
ADVERTISEMENT

વધુ કોફી પીવી સ્વાસ્થ્ય માટે નુકસાનકારક, એક દિવસમાં કેટલા કપ પીવી જોઇએ?

આજે પણ ઘણા ઘરોમાં સવારની શરૂઆત ચા-કોફીથી થાય છે. ઘણા ઘરોમાં લોકો ચાને બદલે કોફી પીવાનું પસંદ કરે છે. ખાસ કરીને યુવાનોમાં કોફી પીવાનું વધુ પસંદ કરવામાં આવે છે.
 આજે આપણે વાત કરીશું કે દિવસમાં કેટલા કપ કોફી પીવી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. દરરોજ કેટલા કપ કોફી પીવી જોઈએ? ઘણીવાર એવું કહેવામાં આવે છે કે વધુ પડતી ચા-કોફી પીવી સ્વાસ્થ્ય માટે સારી નથી.


 યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ) અનુસાર, પુખ્ત વ્યક્તિએ દિવસમાં 400 મિલિગ્રામથી વધુ કેફીન પીવું જોઈએ નહીં.

400 મિલિગ્રામ ઓછામાં ઓછા 4-5 કપ કોફી સમાન છે. જે મહિલાઓ ગર્ભવતી હોય અથવા સ્તનપાન કરાવતી હોય તેમણે ક્યારેય કોફી ન પીવી જોઈએ.

વધુ પડતી કોફી પીવાથી ઉંઘ ન આવવી, ધબકારા ઝડપી થવું, ઉબકા આવવા વગેરે જેવી સમસ્યાઓ થઈ શકે છે. જેના કારણે માથાનો દુખાવોની સમસ્યા પણ થઈ શકે છે.

ADVERTISEMENT
ADVERTISEMENT

નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે. સ્વાસ્થ્ય ને લગતી કોઈ પણ માહિતી નું પાલન કરતા પહેલા તમારા ડૉક્ટર ની સલાહ અવશ્ય લેવી.

ADVERTISEMENT
ADVERTISEMENT