ગરદન પર કાળાશ અને મસા આ ગંભીર બીમારીના છે સંકેત? ઓળખીને તરત કરાવો સારવાર – Daily News Gujarat

ગરદન પર કાળાશ અને મસા આ ગંભીર બીમારીના છે સંકેત? ઓળખીને તરત કરાવો સારવાર

કેટલાક લોકોને તેમની ગરદન પર કાળાશ અથવા ઘણા મસા દેખાય છે. મોટાભાગના લોકો તેને ગંદા માને છે અને તેને નજરઅંદાજ કરે છે. કેટલાક લોકો તેને સાફ કરવા માટે વિવિધ ઘરેલુ ઉપાયોનો ઉપયોગ કરે છે. પણ આ કાળાશ દૂર થતી નથી. ત્યારે લોકો સ્કિન ડૉક્ટરની સલાહ લે તે છે, પરંતુ ડૉક્ટરની દવાની પણ કોઈ અસર થતી નથી. જો તમે પણ આ પ્રકારની સમસ્યાથી ઝઝૂમી રહ્યા છો, તો તમારે સાવધાન રહેવાની જરૂર છે કારણ કે, તે લિવરની ગંભીર બીમારીનો સંકેત હોઈ શકે છે.

વાસ્તવમાં, ગરદન પર કાળાશ અને મસા એ પ્રિ-ડાયાબિટીસના પ્રારંભિક સંકેતો હોઈ શકે છે. ચાલો જાણીએ કાળી ગરદન અને મસાઓ વિશે.

ડાયાબિટીસ અને લિવર રોગ વચ્ચે શું સંબંધ છે?

ડાયાબિટીસ એ લિવર સંબંધિત રોગ છે અને તે ખરાબ જીવનશૈલી અને ખાનપાનને કારણે થાય છે. લોહીમાં ઇન્સ્યુલિનની માત્રા નોંધપાત્ર રીતે વધી જાય છે જેના કારણે ગરદન પર કાળાશ દેખાય છે. Acanthosis nigricans ત્વચા પર કાળા ધબ્બાને કારણે બને છે. જો તમને પણ તમારી ગરદનની આસપાસ આવા ડાર્ક સ્પોટ્સ દેખાય છે, તો તમારે તરત જ બ્લડ ટેસ્ટ કરાવવો જોઈએ. અથવા બીજા શબ્દોમાં કહીએ તો શુગર ટેસ્ટ કરાવવો જ જોઇએ. કારણ કે મસાઓ દેખાવા એ ડાયાબિટીસની નિશાની હોઈ શકે છે.

ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ વધવાથી ગરદન પર થાય છે કાળાશ

સ્કિન પર મસા લોહીમાં હાઇ ટ્રાઇગ્લિસરાઇડ્સ સાથે સંકળાયેલા છે જે ડાયાબિટીસને કારણે થાય છે. રિસર્ચ અનુસાર, જો તમને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ અથવા હાઈપરટ્રિગ્લિસેરિડેમિયા જેવી સમસ્યા હોય તો ત્વચા પર સમસ્યા દેખાવા લાગે છે.

આ રીતે કરો બચાવ

ગરદન પર કાળાશ અને મસા દૂર કરવા માટે તમારે પહેલા તમારી જીવનશૈલીમાં સુધારો કરવો જોઈએ. આ માટે ખોરાક સારો રાખવો જોઈએ. તમે તેને વ્યાયામ, તણાવ ઓછો કરીને, સ્વસ્થ આહાર અને સારી ઊંઘ દ્વારા નિયંત્રિત કરી શકો છો. તમે તમારી જીવનશૈલીને નિયંત્રિત કરીને ઘણી બીમારીઓથી બચી શકો છો.

(નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે. સ્વાસ્થ્ય ને લગતી કોઈ પણ માહિતી નું પાલન કરતા પહેલા તમારા ડૉક્ટર ની સલાહ અવશ્ય લેવી.)