પતિએ એક બર્ગર લાવીને આપ્યું.😅😝😂😜🤣🤪

એક ધનવાન વ્યક્તિ એવો રોબોટ ખરીદી લાવ્યો કે
જે ખોટું બોલે એને સટ્ટાક દઈને લાફો મારી દેતો હતો.
એનો દીકરો પપ્પા પાસે આવ્યો અને બોલ્યો :
પપ્પા આજે મારું માથું સખત દુઃખે છે, હું સ્કૂલે નહિ જાઉં!
“સટ્ટાક ….!” રોબોટે દીકરાને લાફો લગાવી દીધો.
પપ્પાએ કહ્યું : તેં જોયું? તું ખોટું બોલ્યો એટલે તને લાફો પડ્યો.
હું તારી ઉંમરનો હતો ત્યારે
હું કદી સ્કૂલે જવા રજા પાડવા માટે તારા જેવા બહાના ન્હોતો કરતો.
“સટ્ટાક …!” રોબોટે પપ્પાને લાફો ઝીંકી દીધો.
બાજુમાં જ તેની પત્ની ઉભી હતી. તેણે હસીને કહ્યું :
આખરે દીકરો તો તમારો જ ને!
“સટ્ટાક …!” રોબોટે મમ્મીને પણ લાફો લગાવી દીધો.
પેલા લોકોએ રોબોટ વેચવા કાઢ્યો છે, છે કોઈ ખરીદવાવાળૂ?
😅😝😂😜🤣🤪

પત્ની : મારે બર્ગર ખાવું છે.
પતિએ એક બર્ગર લાવીને આપ્યું.
પત્ની : થેન્ક્સ.
પતિ : ફક્ત થેન્ક્સ?
પત્ની : ઓહ, તો તમને એક કિસ જોઈએ છે.
પતિ : બકવાસ બંધ કર અને
આ બર્ગર અડધું અડધું કર, હું પણ ખાઈશ.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)