બાપાને પણ ખવડાવીશુ…😅😝😂😜🤣🤪

સ્ત્રી : આ પુરૂષ ખરેખર ગાંડો છે,
તમે તેને કાંઈપણ કહેશો તો એક કાનથી
સાંભળશેને બીજા કાને કાઢી નાખશે.

પુરૂષ : આ તો તોય સારો છે.
મારી પત્નીને તો કશું પણ કહેશો તો
એ બંને કાનેથી સાંભળશે અને
મોઢા વડે કાઢી નાખશે.
😅😝😂😜🤣🤪

રાજુ એ મા ને કહ્યુ : મા મને ૫૦ પૈસા આપને
મારે ખારીસીંગ ખાવી છે.
મા એ પુછ્યુ : કેમ બેટા ખારીસીંગ શા માટે ખાવી છે.

રાજુ કહે : મા, મારા માસ્તરસાહેબ કહેતા હતા
ખારીસીંગ ખાવાથી થોડી અક્કલ વધશે.
મા કહે : એમ!!! ત્યારે તો તે લે આ ૧૦ રુપીયા,
વધુ લાવજે,
રોજ થોડી થોડી તારા બાપાને પણ ખવડાવીશુ…
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)