‘પેલો જાતેજ છાનો રહી ગયો..!!’ 😅😝😂😜🤣🤪 – Daily News Gujarat

‘પેલો જાતેજ છાનો રહી ગયો..!!’ 😅😝😂😜🤣🤪

ભક્ત : બાબા, મારી પત્નિને રાત્રે ચાદર ઓઢીને સૂવાની ટેવ છે.
કાલે રાત્રે હું અચાનક જાગી ગયો તો મેં જોયુ કે,
મારી પત્નિના મોઢાના ભાગે એક દિવ્ય પ્રકાશ રેલાઇ રહયો હતો.
તો શું મારી પત્નિમાં કોઇ દિવ્ય શક્તિ હશે?
બાબા : નહી વત્સ,
આ કોઈ દિવ્ય શક્તિ નથી તારા સૂઈ ગયા બાદ
તારી પત્નિ તારો મોબાઇલ ચેક કરે છે.
તો હે વત્સ,
વેલી તકે વોટ્સપ માંથી મેસેજ અને નંબર ડિલીટ કરી નાખ
નહીતર તમારી કુંડળીમાં
હાથ-પગ ભાંગવાનો યોગ રચાતાં વાર નહી લાગે.
😅😝😂😜🤣🤪

પતિ – પત્ની બરાબરના ઝગડેલાં…
ઝગડો બસ હજી પત્યો જ હતો ને છોકરાએ ભેંકડો તાણ્યો.
પત્ની ગુસ્સે તો હતી જ, બરાડો પાડીને કહે,
હું ઘરના કામ કરું કે આને છાનો રાખું?
હું કંઈ આને કરિયાવરમાં નો’તી લાવી.
જરાક છાનો રાખો તો નાના બાપના નહીં થઈ જાઓ.
પતિ હજી જરાય ટાઢો નો‘તો પડ્યો.
એણે ત્રાડીને કહ્યું, એ ભલે રો’તો, રોવા દે.
હુંય એને જાનમાં લઈને નો’તો આવ્યો.
રોવા દે તું તારે.
પેલો જાતેજ છાનો રહી ગયો.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)