ADVERTISEMENT
ADVERTISEMENT

માર ડાલા માધુરી : આમાંથી કયા ગેટઅપમાં માધુરી તમને ગમી, બોલો?

બૉલીવુડ-ક્વીન તરીકે માધુરી દીક્ષિતને મળેલું ટાઇટલ અમસ્તું નથી મળ્યું એ આ ધકધક ગર્લે પોતાના ઇન્સ્ટા પર શૅર કરેલા ફોટો જોઈને તમે પણ સ્વીકાર્યા વિના નહીં રહો. ટાઇમલેસ બ્યુટી, પારાવાર ગ્રેસ અને અનોખી અદાઓની મહારાણી એવી ૫૭ વર્ષની માધુરીના ઇન્સ્ટાગ્રામ પર લગભગ ચાર કરોડ ફૉલોઅર્સ છે. તાજેતરમાં માધુરીએ વિવિધ આઉટફિટ સાથેનો એક વિડિયો શૅર કર્યો હતો અને પૂછ્યું હતું કે આમાંથી કયું આઉટફિટ તમારું ફેવરિટ છે અને ચાહકોએ કમેન્ટનો મારો ચલાવ્યો હતો.

હવે માધુરીએ પહેરેલાં વિવિધ આઉટફિટ પર એક નજર કરીએ. બે જ રંગના ફ્લોરલ પ્રિન્ટ સાથેના ટૉપ અને મેજેન્ટા પિન્ક કલરના સ્કર્ટમાં માધુરી જચે છે કે પછી પર્પલ ફ્રીલવાળી સાડી અને ચમકીલા બ્લાઉઝ અને ગ્રીન જ્વેલરીમાં તેનો વટ પડે છે? બૉસ જેવા રુઆબ સાથે પેસ્ટલ બ્લુ કલરના શીમર કોર્ડ-સેટમાં માધુરી વધુ જામે છે કે વાઇટ સિમ્પલ છતાં એલિગન્સથી ભરપૂર સાડીમાં તેનો દબદબો દેખાય છે? સોશ્યલ મીડિયા પર તો લોકો તેના આ સ્ટાઇલિશ અને શાલિનતાથી ભરપૂર આઉટલુક પર ઓવારી ગયા છે. અહીં તેની તસવીરી ઝલક જોયા પછી તમને શું લાગે છે?

ADVERTISEMENT
ADVERTISEMENT

ADVERTISEMENT
ADVERTISEMENT