ADVERTISEMENT
ADVERTISEMENT

અક્ષય કુમારને એક્શન ફિલ્મ મળી

અક્ષય કુમારની છેલ્લી હિટ ફિલ્મ સૂર્યવંશી હતી. ત્યારબાદ આવેલી તમામ 18 ફિલ્મો પર ઊંધા માથે પછડાઈ છે. તાજેતરમાં રિલીઝ થયેલી ‘ખેલ ખેલ મૈં’ પણ બોક્સઓફિસ પર ડચકાં ખાઈ રહ્યા છે. એક સમયે હિટ ફિલ્મોની ગેરંટી મનાતા અક્ષયની ફિલ્મો ફ્લોપ થવા છતાં ફિલ્મ મેકર્સનો વિશ્વાસ તૂટ્યો નથી. વર્તમાન સમયના સફળ ફિલ્મમેકર સિદ્ધાર્થ આનંદે અક્ષય કુમાર સાથે મોટા બજેટની એક્શન ફિલ્મ બનાવવાનું આયોજન છે.

અક્ષય કુમારની કરિયરમાં એક્શન અને કોમેડી ફિલ્મો વધુ સફળ રહી છે. બોલિવૂડમાં ખિલાડી કુમાર તરીકે ઓળખાતા અક્ષયની કરિયરમાં અગાઉ પણ ફ્લોપ ફિલ્મોનો દોર આવી ચૂક્યો છે. આ તબક્કામાં ધીરજપૂર્વક ટકી રહીને તેઓ વધુ સશક્ત બનીને બહાર આવ્યા છે. રિપોર્ટ્સ મુજબ, સિદ્ધાર્થ આનંદના પ્રોડક્શન હાઉસ મારફ્લિક્સ દ્વારા અક્ષય સાથે એક ફિલ્મ નક્કી કરવામાં આવી છે. આ ફિલ્મને મિલન લુથરિયા ડાયરેક્ટ કરવાના છે. મિલન અને અક્ષયે અગાઉ ‘વન્સ અપોન અ ટાઈમ ઈન મુંબઈ દોબારા’માં સાથે કામ કર્યું હતું. સિદ્ધાર્થ આનંદ અને અક્ષય પહેલી વખત સાથે કામ કરવા જઈ રહ્યા છે.

ADVERTISEMENT
ADVERTISEMENT

સિદ્ધાર્થે ‘પઠાણ’ અને ‘ફાઈટર’ની જેમ મોટા બજેટ સાથે એક્શન ફિલ્મ બનાવવાનું વિચાર્યું છે. આ ફિલ્મમાં અક્ષયનો લીડ રોલ પાકો થયો છે, જ્યારે અન્ય કાસ્ટ ફાઈનલ કરવાની તજવીજ ચાલી રહી છે. સિદ્ધાર્થે સ્ક્રિપ્ટની જવાબદારી રજત અરોરાને સોંપી છે. મિલન અને રજતની જોડીનો સક્સેસ રેકોર્ડ ઘણો સરો રહ્યો છે. આ ફિલ્મથી અક્ષય કુમાર ફરી એક વાર એક્શન ખિલાડી તરીકે સ્થાપિત થઈ શકે છે. અક્ષય કુમારની છેલ્લી એક્શન ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’ હતી. આ ફિલ્મના કારણે પ્રોડ્યુસર જેકી ભગનાનીને જંગી નુકસાન થયું હતું. અક્ષય કુમારની પાસે હાલ કોમેડી ફિલ્મો છે, જેમાં ‘હાઉસફુલ 5’ ‘વેલકમ ટુ ધ જંગલ’ અને ‘જોલી એલએલબી 3’નો સમાવેશ થાય છે. અક્ષયના હાથ પર એક્શન ફિલ્મ ન હતી, પરંતુ સિદ્ધાર્થ આનંદ સાથે હાથ મિલાવ્યા બાદ આ ખોટ પણ પૂરી થઈ જશે.

ADVERTISEMENT
ADVERTISEMENT