‘પુષ્પા 2’ થી લઈ ‘ભૂલ ભૂલૈયા 3’ની સિક્વલ બોક્સ ઓફિસ પર મચાવશે ધમાલ – Daily News Gujarat

‘પુષ્પા 2’ થી લઈ ‘ભૂલ ભૂલૈયા 3’ની સિક્વલ બોક્સ ઓફિસ પર મચાવશે ધમાલ

બોલિવુડના સ્ટાર કલાકાર શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની સુપર હિટ ફિલ્મ સ્ત્રી 2 બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. ત્યારે આગામી મહિને પણ કેટલીક સિક્વલ રિલીઝ થશે. જે બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરી શકે છે.શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની સુપરહિટ ફિલ્મ સ્ત્રી 2 ગત્ત અઠવાડિયે હજુ રિલીઝ થઈ છે, ત્યારે થી આ ફિલ્મ એકબાદ એક રેકોર્ડ તોડી રહી છે.

આ ફિલ્મ 2018માં રિલીઝ થયેલી ફિલ્મની સિક્વલ છે. સ્ત્રી 2 બોક્સ ઓફિસ પણ ધમાલ મચાવી રહી છે. આવતા મહિને પણ કેટલીક ફિલ્મોની સિક્વલ રિલીઝ થશે, જે પણ સારો એવો વ્યવસાય કરી તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

એનિમેટેડ મ્યુઝિકલ ફેન્ટેસી એડવેન્ચર ફિલ્મ મોઅના વૉલ્ટ ડિઝની પિકચર્સ દ્વારા નિર્મિત છે. જે 2016માં આ નામથી રિલીઝ થયેલી ફિલ્મની સિકવલ છે. આ ફિલ્મમાં ઔલી ક્રાવલ્હો, નિકોલ શેર્જિગર લીડ રોલમાં છે. આ ફિલ્મ 27 નવેમ્બરના રોજ દુનિયાભરમાં રિલીઝ થશે.

આમિર ખાન અને જેનેલિયા ડિસુઝાની મોસ્ટ અવેટેડ ફિલ્મ સિતારે જમીન પરની સિક્વલની જાહેરાત થઈ ચૂકી છે. આ ફિલ્મ સ્પૈનિશ ચેમ્પિયન્સ પર આધારિત હશે. આ ફિલ્મ 25 ડિસેમબર 2024ના રોજ રિલીઝ થશે.

અલ્લુ અર્જુન, રશ્મિકા મંદાના અને ફહદ ફાસિલની ફિલ્મ પુષ્પા 2 ધ રુલ 2024ની મોસ્ટ અવેટેડ ફિલ્મોમાંથી એક છે. આ ફિલ્મ ડિસેમ્બર મહિનામાં રિલીઝ થઈ શકે છે.

રોહિત શેટ્ટી દ્વારા નિર્દેશિત, સિંઘમ અગેનમાં અજય દેવગણ, રણવીર સિંહ, દીપિકા પાદુકોણ, ટાઈગર શ્રોફ અને અક્ષય કુમાર જેવા સ્ટાર ફરી એકવખત ધમાકો કરતા જોવા મળશે. તમને જણાવી દઈએ કે, આ ફિલ્મ પણ સ્વતંત્રતા દિવસ પર રિલીઝ થવાની હતી. પરંતુ ફિલ્મ નિર્માતાએ સિંધમ અગેનને આ વર્ષે દિવાળી પર રિલીઝ કરવાનો નિર્ણય કર્યો છે.

કાર્તિક આર્યન,તૃપ્તિ ડિમરી અને વિદ્યાબાલનની ભૂલ ભૂલૈયા 3 પણ 2024માં રિલીઝ થવાની છે. આ ફિલ્મ 2022માં રિલીઝ થયેલી ફિલ્મની સિક્વલ છે. જેમણે બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી હતી.

અનુરાગ બસુની મેટ્રો ઈન ડિનો 2007ની ફિલ્મ લાઈફ ઈન મેટ્રોની સ્પિન ઓફ છે. જે આધુનિક સમયમાં સંબંધો કેવા હોય છે, તેના વિશે ફિલ્મ છે. આદિત્ય રોય કપૂર, સારા અલી ખાન, પંકજ ત્રિપાઠી, નીના ગુપ્તા, કોંકણા સેન શર્મા જેવા કલાકારો આ ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મ નવેમ્બર મહિનામાં રિલીઝ થશે.