શાહરૂખે 11 વર્ષ પહેલા દીપિકા માટે કરેલી ભવિષ્યવાણી સાચી પડી – Daily News Gujarat

શાહરૂખે 11 વર્ષ પહેલા દીપિકા માટે કરેલી ભવિષ્યવાણી સાચી પડી

રોહિત શેટ્ટીની કોપ યુનિવર્સનો હિસ્સો બનીને દીપિકાએ સાબિત કરી બતાવ્યુંવર્ષ 2013માં રિલીઝ થયેલી હિટ કોમેડી-એક્શન ફિલ્મ ‘ચેન્નઈ એક્સપ્રેસ’ને 11 વર્ષ પૂરા થતા દીપિકા પાદુકોણે એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોથી ખબર પડી કે શાહરૂખ ખાને 11 વર્ષ પહેલા એક એવી ભવિષ્યવાણી કરી હતી જે જલ્દી સાચી થવા જઈ રહી છે.રોહિત શેટ્ટીની કોપ યુનિવર્સનો હિસ્સો બનીને દીપિકાએ સાબિત કરી બતાવ્યું.

દીપિકા પાદુકોણ અને શાહરૂખ ખાન અત્યારે બોલિવૂડની ટોપ જોડિયોમાં સૌથી ઉપર છે. બંનેની ઓનસ્ક્રિન પ્રેજેન્સ જોરદાર છે. ‘ઓમ શાંતિ ઓમ’માં પહેલી વખત બંનેએ સાથે કામ કર્યું હતું. ફેન્સને બંનેની કેમિસ્ટ્રી પસંદ આવી હતી. દીપિકા-શાહરૂખે ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. તેમની હિટ ફિલ્મોની લિસ્ટમાં ચેન્નઈ એક્સપ્રેસુનું નામ પણ સામેલ છે. શાહરૂખ-દીપિકાની ચેન્નઈ એક્સપ્રેસની રિલીઝને 11 વર્ષ પૂરા થતા આ ખાસ પ્રસંગે મેકર્સ અને કાસ્ટે 11મી એનિવર્સરી મનાવી હતી.

કોમેડી, એક્શન અને રોમાન્સથી ભરપૂર રોહિત શેટ્ટીના ડાયરેક્શનમાં બનેલી ‘ચેન્નઈ એક્સપ્રેસ’ બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી હતી. ફિલ્મમાં શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની કેમેસ્ટ્રી જોરદાર હતી. ‘ચેન્નઈ એક્સપ્રેસ’ના 11 વર્ષ પૂરા થતા ફિલ્મની લીડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણે તેના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો. આમાં ફિલ્મના શૂટિંગ દરમિયાન થયેલી મસ્તી અને ઈમોશન્સ જોવા મળે છે. આટલું જ નહીં, આ વીડિયોમાં શાહરૂખ ખાન કંઈક એવું કહેતો જોવા મળી રહ્યો છે જે ટૂંક સમયમાં સાચુ થાય છે. આ વિડીયો પરથી સ્પષ્ટ છે કે શાહરૂખ ખાને 11 વર્ષ પહેલા દીપિકા પાદુકોણને લઈને એક મોટી ભવિષ્યવાણી કરી હતી જે હવે સાચી પડી રહી છે.

11 વર્ષ પહેલા શાહરૂખ ખાને આ ભવિષ્યવાણી કરી હતી
11 વર્ષ પહેલા ચેન્નઈ એક્સપ્રેસના સેટ પર શાહરૂખ ખાને દીપિકા પાદુકોણને લઈને કહ્યું હતું કે તે રોહિત શેટ્ટીની કોપ યુનિવર્સનો હિસ્સો બનશે. તેણે ફિલ્મના સેટ પર કોન્ફિડન્સથી કહ્યું હતું કે, તે સિંઘમ 5માં કામ કરશે અને આવું જ થયું. દીપિકા પાદુકોણે જે ક્લિપ શેર કરી છે તેમાં શાહરૂખ સિંઘમનો સિગ્નેચર પોઝ આપતો જોવા મળી રહ્યો હતો. જે સિંઘમાં અગેનનાં પોસ્ટમાં દીપિકા પાદુકોણ પણ કરતી જોવા મળી છે.

લેડી સિંઘમ બનીને ધૂમ મચાવશે દીપિકા
હવે શાહરૂખની આ વાત સાચી થવા જઈ રહી છે કેમ કે રોહિત શેટ્ટી સિંઘમ અગેન બનાવી રહ્યો છે. જે કોપ યુનિવર્સની પાંચમી ફિલ્મ છે. આ અપકમિંગ ફિલ્મમાં દીપિકા પાદુકોણ શક્તિ શેટ્ટીના નામની ભૂમિકામાં જોવા મળશે. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે સિંઘમ અગેનની તૈયારી રોહિત શેટ્ટીએ 11 વર્ષ પહેલા જ કરી દીધી હતી. તે સિવાય વીડિયોમાં સેટ પર વિતાવેલ યાદગાર ક્ષણોની ઝલક પણ જોવા મળી રહી છે.

દિવાળી પર રિલીઝ થશે સિંઘમ અગેન
સિંઘમ રિટર્ન્સ, સિમ્બા, અને સૂર્યવંશી પછી કોપ સિરીઝની પાંચમી ફિલ્મ સિંઘમ અગેન આ વર્ષે રિલીઝ થવાની છે. તેમાં દીપિકા પાદુકોણ લેડી સિંઘમ બનીને મોટા પડદા પર ધૂમ મચાવશે. આ ફિલ્મમાં તેના સિવાય રણવીર સિંહ, અજય દેવગન, કરીના કપૂર, અક્ષય કુમાર અને અર્જુન કપૂર જેવા કલાકારો જોવા મળશે. આ ફિલ્મ દિવાળી પર થિયેટર્સમાં રિલીઝ થશે.