બોલિવૂડની બેબો ઉર્ફે કરીના કપૂરની અપકમિંગ ફિલ્મ ‘ધ બકિંગહામ મર્ડર્સ’ છે. ફિલ્મના મેકર્સે ફિલ્મમાંથી કરીના કપૂરનું લેટેસ્ટ પોસ્ટર શેર કર્યું છે. આ પોસ્ટરમાં તે બોસી લુકમાં જોવા મળી રહી છે. તેનું ટશન દરેકને આકર્ષે છે. ‘ધ બકિંગહામ મર્ડર્સ’ હંસલ મહેતાના નિર્દેશનમાં બની છે. જ્યાં કરીના કપૂર ખાન સાથે એકતા આર. કપૂર પણ છે. હાલમાં જ ‘ધ બકિંગહામ મર્ડર્સ’નું ટીઝર પણ રિલીઝ થયું હતું.
જેને સારો પ્રતિસાદ મળ્યો હતો. હવે મેકર્સે એક નવું પોસ્ટર રિલીઝ કર્યું છે જેમાં કરીના કપૂર ખાન નવા લુકમાં જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મ 13 સપ્ટેમ્બર, 2024ના રોજ રિલીઝ થવા માટે તૈયાર છે.
‘ધ બકિંગહામ મર્ડર્સ’નો લુક
‘ધ બકિંગહામ મર્ડર્સ’ એક ઈન્ટેન્સ મિસ્ટ્રી થ્રિલર ફિલ્મ છે. આ પોસ્ટરમાં કરીના કપૂર ખાન ફોર્મલ બ્લેક કોટ, પેન્ટ અને બ્લેઝરમાં જોવા મળી રહી છે. તેનો એટિટ્યૂડ આ લુકને વધુ આકર્ષક બનાવે છે. તે બોસી લુકમાં પરફેક્ટ લાગી રહી છે.
‘ધ બકિંગહામ મર્ડર્સ’માં કરીનાનો રોલ
કરીના કપૂર ‘ધ બકિંગહામ મર્ડર્સ’માં પોલીસકર્મીની ભૂમિકામાં જોવા મળશે. જોકે, મેકર્સે હજુ સુધી ફિલ્મની સ્ટોરી અને અન્ય બાબતો વિશે વધુ અપડેટ નથી આપ્યું. કરીના કપૂર ખાન માટે આ ફિલ્મ નિર્માતા તરીકે તેનો પહેલો પ્રોજેક્ટ છે.
‘ધ બકિંગહામ મર્ડર્સ’ની રિલીઝ ડેટ
‘ધ બકિંગહામ મર્ડર્સ’ની રિલીઝ ડેટ 13 સપ્ટેમ્બર 2024 છે. આ ફિલ્મ થિયેટરમાં રિલીઝ થશે. બેબો ઉપરાંત આ ફિલ્મમાં એશ ટંડન, રણવીર બ્રાર અને કીથ એલન જેવા પ્રતિભાશાળી સ્ટાર્સ છે. ફિલ્મની લેખક ટીમમાં અસીમ અરોરા, કશ્યપ કપૂર અને રાઘવ રાજ કક્કરનો સમાવેશ થાય છે.