ક્રિતી સૅનન ભલે ફેમસ હોય, પરંતુ તેના પૈસાનો હિસાબ આજે પણ તેના પેરન્ટ્સ રાખે છે. ક્રિતીએ ૨૦૧૪માં આવેલી ફિલ્મ ‘હીરોપંતી’થી હિન્દી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી હતી. ક્રિતીનું કહેવું છે કે આજે પણ તેના ડૅડી સાથે તેનું જોઇન્ટ બૅન્ક-અકાઉન્ટ છે અને કેટલા પૈસા એમાં આવે છે અને જાય છે એની તેને જાણ નથી. એ વિશે ક્રિતી કહે છે, ‘હું ખરેખર તો અપર મિડલ ક્લાસની છું.
એવું નહોતું કે હું ખૂબ ધનવાન કે શ્રીમંત હોઉં, પરંતુ પૈસા માટે મારે કદી કામ નહોતું કરવું પડ્યું. મારા પેરન્ટ્સ કામ કરતા હતા અને તેમણે મને કદી એવો અહેસાસ નહોતો કરાવ્યો કે મારી પાસે પૈસા નથી.
આજે પણ મારા ડૅડી સાથે મારું જૉઇન્ટ બૅન્ક અકાઉન્ટ છે. મારા અકાઉન્ટમાં કેટલા પૈસા આવે છે અને કેટલા જાય છે એની મને કોઈ જાણ નથી હોતી. હવે હું પૂછું છું કે કેટલા પૈસા અકાઉન્ટમાં છે.’