એમી જેક્સને એડ વેસ્ટવિક સાથે કર્યાં લગ્ન, 2 વર્ષથી સિંગરને કરી રહી હતી ડેટ – Daily News Gujarat

એમી જેક્સને એડ વેસ્ટવિક સાથે કર્યાં લગ્ન, 2 વર્ષથી સિંગરને કરી રહી હતી ડેટ

એક્ટ્રેસ એમી જેક્સન બ્રિટિશ એક્ટર અને મ્યૂઝિશિયન એડ વેસ્ટવિક સાથે લગ્ન કરી લીધાં છે. એમી અને એડે ઇટલીનાં અમાલ્ફી બીચ પર ડેસ્ટિનેશન વેડિંગ કર્યાં. લગ્નમાં એમીનો 5 વર્ષનો દીકરો એન્ડ્રિયાસ પણ શામેલ થયો. એમી અને એડવર્ડે એમનાં ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લગ્નની પહેલી તસવીર શેર કરી છે.

બન્નેએ ક્રિશ્ચિયન રીતિ રિવાજો પ્રમાણે લગ્ન કર્યાં છે. જોઇન્ટ એન્ડ વેસ્ટવિકે લખ્યું કે, જર્ની હાલમાં શરૂ થઇ છે, આ કેપ્શનમાં બન્ને એક રિંગની ઇમોજી પણ મુકી છે.

એમી જેક્સન અને એડ વેસ્ટવિક બન્ને આ સમયે મસ્ત લાગી રહ્યાં હતા. લગ્ન માટે એમીએ વ્હાઇટ ગાઉન ડ્રેસ પહેર્યો હતો જ્યારે વેસ્ટવિકે કાળા રંગનાં પેન્ટની સાથે સફેદ સૂટ પહેર્યો હતો. પહેલી તસવીરમાં તમે જોઇ શકો છો કે દુલ્હા એડે દુલ્હન એમીને પકડી જ્યારે બીજી તસવીરમાં બન્ને કેમેરાની સામે જોઇને મસ્ત પોઝ આપી રહ્યાં છે.

જો કે એમી જેક્સન અને એડ વેસ્ટવિકની આ પોસ્ટ પર ફેન્સ કોમેન્ટ્સ કરીને અભિનંદન પાઠવી રહ્યાં છે. એક યુઝરે લખ્યું કે, તમે બન્ને ખૂબસુરત કપલ છો. તમારી આગળની જર્ની સારી હોય, એવી કામનાં કરું છું. આ સાથે બીજા યુઝરે લખ્યું છે કે, તમને બન્નેને ખૂબ બધો પ્રેમ અને ધન્યવાદ. આ સાથે ફેન્સે કપલને અઢળક પ્રેમ આપ્યો છે.

ઉલ્લેખનીય છે કે, એડ વેસ્ટવિક સાથે લગ્ન કર્યા પહેલાં એમી બિઝનેસમેન જોર્જ સાથે રિલેશનશિપમાં હતી. બન્નેએ જાન્યુઆરી 2019માં સગાઇ કરી હતી. બન્નેનો એક દીકરો એન્ડ્રિયાસ જેક્સ છે. જોર્જ અને એમીને અનેક વાતને લઇને મતભેદ થતા હતા જેનાં કારણે બન્નેનાં તલાક થયા. ત્યારબાદ એમીએ એડ વેસ્ટવિકને ડેટ કરવાનું શરૂ કર્યું. વર્ષ 2022માં એમનાં રિલેશનશિપની ચર્ચા શરૂ થઇ હતી.

એડ વેસ્ટવિકની અને એમી જેક્સને લગ્ન પહેલાં આ વર્ષની જાન્યુઆરીમાં સગાઇ કરી હતી. એમી અને એડ વેસ્ટવિક સાથે બરફીલી ખીણોની વચ્ચે એન્ગજમેન્ટ કરી હતી. એમી સગાઇ પછી લગ્નની તૈયારીઓમાં લાગી ગઇ હતી. એમી વર્ષ 2012માં આવેલી ફિલ્મ એક દીવાના થા મુવીથી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું.