અભિષેક બૅનરજી માટે ‘સ્ત્રી 2’ દ્વારા તકના નવા માર્ગ ખૂલી ગયા છે. તેનું કહેવું છે કે આ ફિલ્મની સફળતાને કારણે તેને ત્રણ પ્રોજેક્ટની ઑફર મળી છે. તે ‘વેદા’માં પણ જોવા મળી રહ્યો છે.
આ ફિલ્મ જોકે ખાસ કોઈ કમાલ નથી કરી શકી, પરંતુ ‘સ્ત્રી 2’ની સફળતા તેને ફળી છે એમ કહી શકાય. ઑફર વિશે અભિષેક બૅનરજી કહે છે, ‘મને અગાઉ આવી ઑફર નહોતી મળતી.
મને જે ઑફર મળતી હતી એ ઓછા બજેટની હતી. મને ગયા અઠવાડિયે ત્રણ ઑફર મળી છે. મેં એની સ્ક્રિપ્ટ વાંચવાનું શરૂ કર્યું છે અને એમાંથી કોઈક પસંદ કરીશ. ખરેખર મોટો બદલાવ આવી ગયો છે.
‘સ્ત્રી 2’ સીક્વલ હોવાથી દર્શકો એનાં પાત્રો સાથે જોડાઈ ગયા છે. કોઈએ એવી કલ્પના નહોતી કરી કે આ ફિલ્મ મૉન્સ્ટર બની જશે. હું જાણતો હતો કે એ મૉન્સ્ટર બનશે, પરંતુ એવું નહોતું ધાર્યું કે એ ગૉડઝિલા બની જશે.’