કિરણ સાથે ડિવોર્સ બાદ શું આમિર ખાન ત્રીજા લગ્ન કરશે? મીડિયા સમક્ષ અભિનેતાએ કરી સ્પષ્ટતા – Daily News Gujarat

કિરણ સાથે ડિવોર્સ બાદ શું આમિર ખાન ત્રીજા લગ્ન કરશે? મીડિયા સમક્ષ અભિનેતાએ કરી સ્પષ્ટતા

આમિર ખાન તેમની ફિલ્મો અને અંગત જીવનને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. લોકો આમિરને અંગત જીવનને લઈને અનેક સવાલો પૂછે છે. આમિર ખાને 2 લગ્ન કર્યા છે. તેમના પ્રથમ લગ્ન રીના દત્તા સાથે થયા હતા. રીના અને આમિરે 1986માં લગ્ન કર્યા હતા. આ લગ્ન 16 વર્ષ સુધી ચાલ્યા. રીના અને આમિરને બે બાળકો આયરા અને જુનૈદ છે.

રીના પછી આમિરે કિરણ રાવ સાથે લગ્ન કર્યા. કિરણ અને આમિરને એક પુત્ર આઝાદ છે. આમિર અને કિરણ પણ થોડા સમય પહેલા અલગ થઈ ગયા. રીના અને કિરણની જીવનમાંથી વિદાય થયા બાદ હવે બધા પૂછી રહ્યા છે કે, શું તે ત્રીજી વખત લગ્ન કરશે. આમિરે હવે આ અંગે પોતાનું મૌન તોડ્યું છે. તેણે આ સવાલનો જવાબ આપ્યો છે.

કિરણ અને આમિરે વર્ષ 2021માં અલગ થવાનો નિર્ણય લીધો હતો. તેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને છૂટાછેડાની જાહેરાત કરી હતી. હવે તાજેતરમાં, આમિર રિયા ચક્રવર્તીના પોડકાસ્ટ પર ગયો જ્યાં અભિનેત્રીએ તેને ફરીથી લગ્ન કરવા વિશે પૂછ્યું.

શું આમિર ત્રીજી વખત લગ્ન કરશે?

જ્યારે રિયાએ આમિરને ત્રીજી વખત લગ્ન કરવા વિશે પૂછ્યું તો તેણે કહ્યું- ‘હવે હું 59 વર્ષનો થઈ ગયો છું. મને નથી લાગતું કે હવે હું ફરીથી લગ્ન કરી શકીશ. મુશ્કેલ લાગે છે. મારા જીવનમાં અત્યારે ઘણા સંબંધો છે. હું મારા પરિવાર સાથે ફરી જોડાયેલો છું. મારે બાળકો, ભાઈઓ અને બહેનો છે. મારી નજીકના લોકોથી હું ખુશ છું. હું વધુ સારી વ્યક્તિ બનવા માટે કામ કરી રહ્યો છું. તમને જણાવી દઈએ કે આમિરે આ પોડકાસ્ટમાં પોતાની ફિલ્મો અને અંગત જીવન વિશે ઘણા ખુલાસા કર્યા છે. જેના વિશે તેના ચાહકો ભાગ્યે જ જાણતા હશે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, આમિર ખાન છેલ્લે લાલ સિંહ ચઢ્ઢામાં જોવા મળ્યો હતો. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી. આ ફિલ્મ ડાઉન સિન્ડ્રોમ પર આધારિત છે. આ ફિલ્મમાં આમિર સાથે જેનેલિયા ડિસોઝા મહત્વની ભૂમિકામાં જોવા મળશે.