રવિનાની લાડલીની ગ્લેમરસ તસવીરો વાયરલ, રાશાની સુંદરતા પર ફિદા થયા ફેન્સ – Daily News Gujarat

રવિનાની લાડલીની ગ્લેમરસ તસવીરો વાયરલ, રાશાની સુંદરતા પર ફિદા થયા ફેન્સ

રવિના ટંડનની દીકરી રાશા થડાની ખૂબ જ પ્રતિભાશાળી છે.
 રાશા હજુ માત્ર 19 વર્ષની જ છે, પરંતુ તેની તસવીરો સામે મોટી મોટી હીરોઇનો ફિક્કી લાગે છે.

અત્યારે રાશા ઇન્સ્ટાગ્રામ પર સેન્સેશન બની ચૂકી છે. તેને પોતાની પ્રૉફાઇલ પર પોતાની સુંદર તસવીરો શેર કરીને તગડી ફેન ફોલોઇંગને બનાવી લીધી છે.

સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર તેના 753k થી વધુ ફોલોઅર્સ છે.

રાશા બ્યૂટી વિધ ધ બ્રેઇનનુ પરફેક્ટ એક્ઝામ્પલ છે.

અભિનેત્રી રવિના ટંડન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.

તે ઘણીવાર ઇન્સ્ટાગ્રામ પર ફેન્સ સાથે શાનદાર તસવીરો શેર કરતી જોવા મળે છે.

રવિના ટંડન પોતાના જમાનાની હિટ હિરોઇનોના લિસ્ટમાં સામેલ હતી, હવે એક્ટ્રેસની દીકરી પણ મોટી થઇ ગઇ છે. આવામાં ફેન્સને લાગી રહ્યું છે કે, રવિનાની દીકરી તેના નક્સે કદમ પર ચાલશે.