બોલીવુડ સ્ટાર કંગના રનૌત તેની અપકમિંગ ફિલ્મ ‘ઇમરજન્સી’ની તૈયારીમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં કંગના સ્વર્ગસ્થ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીનું પાત્ર ભજવતી જોવા મળશે. ઇમરજન્સી ફિલ્મનું ટ્રેલર તાજેતરમાં જ રીલીઝ થયું હતું અને તેને ખૂબ સારો રિસ્પોન્સ પણ મળ્યો હતો. એવામાં એક ઇન્ટરવ્યૂમાં કંગના કહે છે કે બોલિવૂડમાં તેની વિરુદ્ધ ‘કાવતરું’ થઈ રહ્યું છે.
અભિનેત્રી એ પણ આરોપ લગાવ્યો છે કે ઘણા કાસ્ટિંગ ડાયરેક્ટર્સ, સિનેમેટોગ્રાફર અને અભિનેતાઓ તેમની સાથે કામ કરવા માટે ના પાડી રહ્યા છે.
કંગનાએ શું કહ્યું?
કંગનાએ મોટો ખુલાસો કરતાં જણાવ્યું કે ‘ઈન્ડસ્ટ્રીમાં રહેલા અંદરના લોકો બીજા લોકોને તેની સાથે કામ ન કરવા માટે કહી રહ્યા છે.’ કંગના વધુમાં કહે છે કે, ‘ઘણા કાસ્ટિંગ ડાયરેક્ટર અને ડીઓપીએ મારી સાથે કામ કરવાની ના પાડી દીધી અને અભિનેતાઓને મારી સાથે કામ ન કરવા માટે ફોન આવી રહ્યા છે, બોલીવુડમાં મારી વિરુદ્ધ આવ્યા કાવતરા રચાઇ રહ્યા છે. ‘
કંગનાએ એમર્જન્સી સ્ટાર કાસ્ટના કર્યા વખાણ
કંગના વધુમાં કહે છે કે આટલી બધી મુશ્કેલીઓ છતાં તે અનુપમ ખેર, શ્રેયસ તલપડે, સતીશ કૌશિક અને મહિમા ચૌધરી સાથે કામ કરીને પોતાની જાતને ભાગ્યશાળી માને છે. તેમણે કહ્યું કે જ્યારે લોકો ખરાબ સમયમાં તમારી સાથે કામ કરવાનું પસંદ કરે છે તેને ‘સૌથી શ્રેષ્ઠ લાગણી’ જણાવે છે. કંગનાએ એમ પણ કહ્યું કે, ઇમરજન્સી ફિલ્મના કાસ્ટોએ તેમની સાથે આદર અને પ્રેમથી કામ કર્યું છે.
‘ઇમરજન્સી’ ફિલ્મ બનાવવામાં શું મુશ્કેલીઓ આવી હતી?
ઇમરજન્સી ફિલ્મના ટ્રેલરની લોન્ચ ઇવેન્ટમાં કંગનાએ તેની વિરુદ્ધ રચાઇ રહેલા કાવતરા વિષે માહિતી આપી હતી. તે સમયે તેમણે કહ્યું હતું કે, ‘આ ફિલ્મને બનાવતા સમયે મને ખૂબ મુશ્કેલીઓ ભોગવવી પડી હતી, જ્યારે દરેક ફિલ્મમાં ઘણી અડચણો આવતી હોય છે અને ઘણા સપોર્ટ કરે તેવા લોકો પણ મળતા હોય છે. તેથી હું મારા કલાકારોને સ્પેશિયલી થેંક્યું કહેવા માંગુ છું.’ આ સાથે જ કહે છે કે અત્યારે દરેક જાણે છે કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી મને બોયકોટ કરવામાં આવી છે, એટલા માટે મારી સાથે ઊભા રહેવું સહેલું નથી, મારી ફિલ્મમાં ભાગ લેવો સરળ નથી અને મારા વખાણ તો અશક્ય છે. પરંતુ આટલું થવા છતાં ઇમરજન્સીના કાસ્ટ્રોએ આ બધુ જ કર્યું છે.’
‘ઇમરજન્સી’ ફિલ્મની શું છે રીલીઝ ડેટ?
કંગના રનૌતે હવે રાજનીતિમાં પણ એન્ટ્રી કરી છે, તે મંડીની સીટ પર બીજેપી એમપી છે. એવામાં સાંસદ બન્યા પછી કંગણાની પહેલી ફિલ્મ ‘ઇમરજન્સી’ આવી રહી છે. જેને લઈને ફેન્સ ખૂબ જ ઉત્સાહમાં છે. આ ફિલ્મ 6 સપ્ટેમ્બર 2024 ના રોજ રિલઝ થશે.