લગ્ન મામલે બાહુબલી સ્ટાર પ્રભાસ પણ સલમાનની જેમ કરી રહ્યો છે, માતાને પણ છેતર્યા

થોડા સમય પહેલા પ્રભાસની ફિલ્મ ‘રાધે શ્યામ’ રીલિઝ થઈ હતી, જેમાં પ્રભાસ બધાનો હાથ પકડીને અભ્યાસ કરતા જોવા મળી રહ્યો છે, પણ બતાવવામાં આવ્યું છે કે તે પોતાના પ્રેમના મામલામાં કાચો નીકળે છે. એવું જ કંઈક તેની સાથે પર્સનલ લાઈફમાં પણ છે, તેને કહ્યું હતું કે તેને પોતાની મમ્મી સાથે વાદો કર્યો છે કે, તે બાહુબલી ફિલ્મ પછી લગ્ન કરી લેશે, પણ જુઓ અત્યાર સુધી કુંવારો છે.

ઇન્ડસ્ટ્રીના મોસ્ટ વોન્ટેડ બેચલર્સમાંથી એક છે.

મીડિયા સાથેની વાતચીતમાં પ્રભાસે કહ્યું કે, ‘પ્રેમના વિષયમાં મારી ભવિષ્યવાણી ખોટી સિદ્ધ થઇ છે અને આ જ કારણે હું લગ્ન નથી કર્યા.’ માતા સાથે પ્રભાસે લગ્નના વિશે જે વાત થઇ હતી, તેના પર પ્રભાસે કહ્યું કે, ‘ઘરમાં હંમેશાં વાતચીત થાય છે, આ ખૂબ જ નોર્મલ છે, દરેક માતા ઈચ્છે છે કે તેનો દીકરો લગ્ન કરે, તેના બાળકો થાય અને ક્યારેક-ક્યારેક મારી માતા પણ મને ઘર વસાવવા માટે કહે છે, બાહુબલી ફિલ્મના દરમિયાન હું તેણે કહ્યું હતું કે, ફિલ્મ ખતમ થયા પછી હું લગ્ન વિશે વિચાર કરીશ.

તેણે કહ્યું હવે મારી પાસે કોઈ વિકલ્પ નથી, એટલે હું તેણે કહું છું કે, તુ ચિંતા ન કર અને લગ્ન થઇ જશે. હું લગ્ન કરીને ઘર વસાવવા ઈચ્છું છું, પણ યોગ્ય સમયે.’