જાણો નાના પડદા પરના સિતરાઓ ની અટપટી વાત

લગ્ન પહેલાં આ કોરિયોગ્રાફરના પ્રેમમાં ગળા ડૂબ હતી સના ખાન

ઇન્ડસ્ટ્રીમાં પોતાની ખાસ ઓળખ ઊભી કરનાર સના ખાને કરિયરમાં ઘણું કામ કર્યું છે. સના ખાને 2020માં ગ્લેમર વર્લ્ડને ગુડબાય કહ્યું હતું. એ પછી તેણે બિઝનેસમેન મુફ્તી અનસ સૈયદ સાથે લગ્ન કર્યા હતાં. આજે એક્ટ્રેસ એક બાળકની માતા બની ચૂકી છે અને પોતાની મેરિડ લાઇફને એન્જોય કરી રહી છે.

બિગ બોસ ફેમ સના ખાને ભલે ઇન્ડસ્ટ્રીને ગુડબાય કહી દીધું હોય પરંતુ તે કોઇને કોઇ વાતને લઇને ચર્ચામાં રહે છે. સના ખાને લગ્ન કર્યા એ પહેલાં તે એક્ટ્રેસ કોરિયોગ્રાફર મેલ્વિન લુઇસના ગળા ડૂબ પ્રેમમાં હતી. બંનેએ એકબીજા સાથે પબ્લિકલી સંબંધ પણ કન્ફર્મ કરી દીધો હતો. પરંતુ બંનેના સંબંધમાં કડવાશ આવ્યા પછી સના અને મેલ્વિને એકબીજાને અનફોલો કરી દીધા હતા. તેઓ 2020માં અલગ થઇ ગયાં. સનાનું બ્રેકઅપ થઇ ગયા બાદ તેણે ખુલાસો કર્યો હતો કે મેલ્વિને મને દગો દીધો હતો. તેનાથી હું ડિપ્રેશનનો શિકાર બની હતી.

યે રિશ્તા….ની દાદી સા હકીકતમાં યુવાન અને સુંદર લાગે છે

યેરિશ્તા ક્યા કહલાતા હૈ, ફેમ અનિતા રાજ કોઇ ઓળખની મહોતાજ નથી. એક્ટ્રેસ નાના પડદાથી લઇને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મિથુન અને ધર્મેન્દ્ર જેવા સુપરસ્ટાર્સ સાથે કામ કરી ચૂકી છે. એક્ટ્રેસ જગદીશ રાજની દીકરી છે. તે આજકાલ ફિટનેસને લઇને ચર્ચામાં છે. છ દાયકા વટાવી ચૂકી હોવા છતા જિમમાં કલાકો સુધી પરસેવો પાડે છે. સોશિયલ મીડિયા પર `દાદી સા’નો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. અનિતા રાજ આજકાલ યે રિશ્તા ક્યા કહલાતા હૈ માં દાદી સાનો રોલ પ્લે કરી રહી છે. આ પહેલાં એક્ટ્રેસ એક થા રાજા એક થી રાની, છોટી સરદારની જેવા શોમાં કામ કરી ચૂકી છે. એક્ટ્રેસ નિયમિત જિમમાં જઇને એક્સરસાઇઝ કરે છે. કલાકો પરસેવો પાડીને તેણે 62ની ઉંમરમાં પણ કમાલની બોડી મેઇન્ટેન કરી છે. તેથી તે ફિટ દેખાય છે. એક્ટ્રેસે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર જિમમાં વર્કઆઉટ કરતા ફોટા વાયરલ કર્યા છે.

તૂટેલા રમકડાં રમીને મોટી થઇ છે આ એક્ટ્રેસ

કોમેડિયન ભારતી સિંહે નાનપણથી જ પોતાના જીવનમાં બહુ સ્ટ્રગલ કર્યું છે. તેણે ખૂબ મહેનત કરીને ઇન્ડસ્ટ્રીમાં પોતાની આગળી ઓળખ ઊભી કરી છે. આજે લગ્ઝરી લાઇફ સ્ટાઇલ જીવતી ભારતી સિંહ

પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફને એન્જોય કરી રહી છે. ભારતી સિંહે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેનું નાનપણ બહુ સ્ટ્રગલમાં પસાર થયું હતું. મારી મમ્મી બીજાના ઘરમાં કામ કરતી હતી. હું ઘણી વખત મમ્મી સાથે જતી ત્યારે મને દરવાજા પાસે બેસાડવામાં આવતી અને તૂટેલા રમકડાં રમવા માટે આપવામાં આવતાં હતાં. મમ્મીને આ રીતે બીજાના ઘરે કામ કરતી જોઇને મને જરાય ગમતું નહીં. હું મમ્મીને પહેલાં નાની મોટી વાતમાં પજવતી હતી પણ પછી તેને પજવવાનું બંધ કરી દીધું અને મનોમન કંઇક કરવાનું નક્કી કર્યું. જેથી મમ્મીને બીજાના ઘરના કામ કરવા જવું ન પડે. આજે ભગવાનની દયાથી સ્થિતિ સારી છે.

એક્ટિંગથી દૂર હોવા છતાં લાખો રૂપિયા કમાય છે દીપિકા કક્કડ

દીપિકા કક્કડે 2010માં ટીવી શો `નીર ભરે તેરે નૈના દેવી’ થી એક્ટિંગની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. સસુરાલ સિમર કા સીરિયલથી તે ઘરે ઘરે જાણીતી બની હતી. તેને લોકો સિમરના નામથી ઓળખતા હતાં. દીપિકા કક્કડ છેલ્લે `કહાં હમ કહાં તુમ…’ શોમાં જોવા મળી હતી. એ પછી એક્ટ્રેસ ચાર વર્ષથી એક્ટિંગથી દૂર છે. તેમ છતાં તગડી કમાણી કરી રહી છે. ટીવી સ્ક્રિન પર ન દેખાતી હોવા છતાં એક્ટ્રેસ રોજ પોતાના બ્લોગ પર અપડેટ શેયર કરે છે. દીપિકા કક્કડ યૂટ્યૂબ પર દીપિકા કી દુનિયા નામની ચેનલથી ફેન્સ સાથે કનેક્ટ રહે છે. તેના 39 લાખ સબ્સક્રાઇબર્સ છે. એક્ટ્રેસ યૂટ્યુબ ચેનલથી મહિને આશરે 7.3 લાખ રૂપિયા કમાય છે. આ ઉપરાંત ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ દ્વારા પાંચ લાખ રૂપિયા સુધીનો ચાર્જ લે છે. દીપિકા કક્કડની નેટ વર્થ 41 કરોડ રૂપિયા છે. આમ મહિને લાખોની કમાણી કરીને આલિશાન લાઇફ જીવી રહી છે.

તારક મહેતાના રેસલર ફેને અનોખી રીત વ્યક્ત કર્યો પોતાનો પ્રેમ

તારત મહેતા કા ઉલ્ટા ચશ્મા દર્શકોમાં સૌથી મનગમતો કોમેડી શો છે. આશરે 16 વર્ષથી એ લોકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શોના દરેક પાત્રની એક અલગ છબી છે. બાળકોથી માંડી ઘરની દરેક વ્યક્તિ આ શોને જોવાનું પસંદ કરી રહી છે. પેરિસ ઓલમ્પિક 2024માં રેસલિંગમાં બ્રોન્ઝ મેડલ જીતનાર રેસલર પણ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો જબરો ફેન છે. અમન સહરાવત જેણે રેસલિંગમાં બ્રોન્ઝ મેડલ જીતીને દેશનું નામ રોશન કર્યું છે. તેથી તેને ભરપૂર પ્રેમ મળી રહ્યો છે. એક ઇન્ટરવ્યૂ દરમિયાન તેને પૂછવામાં આવ્યું કે, તમે જ્યારે રેસલિંગ ન કરતાં હોવ ત્યારે શું કરવાનું પસંદ કરો છો. એના જવાબમાં તેણે કહ્યું કે નવરાશની પળોમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જોવું છું. અમનનો આ જવાબ સાંભળીને તેના ફેન્સ પણ ખુશ થઇ ગયાં. 16 વર્ષમાં આ શોના અનેક પાત્રો બદલાઇ ગયા છે તેમ છતાં શો પ્રત્યેની દિવાનગી આજે પણ એવીને એવી છે.

કપિલ શર્મા સાથે સરખામણી થતાં જાકિર ખાને કર્યો ખુલાસો

પોપ્યુલર સ્ટેન્ડ અપ કોમેડિયન જાકિર ખાને `આપકા અપના જાકિર’ શોથી ડેબ્યૂ કર્યું છે. જાકિર ખાન સક્સેસફુલ સ્ટેન્ડ-અપ કોમેડિયન છે. તે અનેક કોમેડી શોમાં કામ કરી ચૂક્યાં છે. જાકિરના શોમાં પ્રખ્યાત હસ્તીઓ પોતાની ફિલ્મો અને વેબ સીરીઝને પ્રમોટ કરવા માટે શોની શોભા વધારતી જોવા મળી રહી છે. આ શો શરૂ થયો એ પહેલેથી જ તે ચર્ચામાં છે, કારણ કે તેના શોએ કોમેડિયન કપિલ શર્માના હિટ શો ધ કપિલ શર્મા શોની જગ્યા લઇ લીધી છે. લોકો જાકિર ખાનની સરખામણી કપિલ શર્મા સાથે કરી રહ્યાં છે. આવી સ્થિતિમાં જાકિર ખાને ખુલાસો કર્યો છે કે, કપિલ શર્મા મોટા કલાકાર છે અને તેમની સરખામણી કરવી યોગ્ય નથી. કપિલ શર્માએ જે રીતે મહેનત કરી અને તેમની પોપ્યુલારિટીએ કોમેડિયન્સની ઘણી મદદ કરી છે. મને કપિલ શર્મા માટે માન છે. અમારી વચ્ચે ક્યારેય સરખામણી થાય એમ નથી. હું કપિલની બહુ ઇજ્જત કરું છું અને અમે પ્રેમથી મળીએ છીએ.