સાઉથ સુપરસ્ટારને ફાસ્ટ એન્ડ ફ્યુરિયસનો વહેમ! દોડાવી 230ની સ્પીડે કાર, વીડિયો જોઈ લાગશે ડર

સાઉથ ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અજિત કુમારનું મોટું નામ છે. ખાસ કરીને તમિલ સિનેમામાં તેમના ઘણા ફેન્સ છે. ત્યારે હવે ફરીથી અજિત કુમાર એક વખત ફરીથી પોતાની આગામી તમિલ એક્શન થ્રીલર ફિલ્મન વિદામુયાર્ચીને લઈને ચર્ચામાં છે. ત્યારે અજિત કુમારનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં તે ઓડી કારને 234 કિમી પ્રતિ કલાકની સ્પીડે દોડાવે છે.

તમને જણાવી દઈએ કે, અજિત કુમારને ફિલ્મોમાં કામ કરવા સિવાય રેસિંગનો પણ શોખ છે. તે પોતાની ઘણી ફિલ્મોમાં બોડી ડબલની જગ્યાએ જાતે જ સ્ટંટ સીન કરતો હોય છે. વીડિયોમાં જોઈ શકાય છે કે અજિતની કારની સ્પીડ 234 કિમી છે. આ વીડિયોને જોઈને ફેન્સ વિવિધ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

એક યુઝરે કમેન્ટ કરતા લખ્યુ, તમે આ રીતે ડ્રાઈવિંગ કરીને રિસ્ક ન લો અમે તમને ઘણો પ્રેમ કરીએ છીએ. જણાવી દઈએ કે અજિતનો એક એલગ જ ફેન્સ બેસ છે. જણાવી દઈએ કે, અજિત કુમાર દેશના એવા અભિનેતા છે જેની પાસે પાયલટનું લાયસન્સ પણ છે. તે સિવાય ફોર્મ્યુલા-2 રેસિંગ ચેમ્પિયનશિપમાં પણ ભાગ લીધેલો છે. જણાવી દઈએ કે, થોડા સમય પહેલા અજિત કુમારનો એક અકસ્માતનો વીડિયો સામે આવ્યો હતો .જેમાં જોવા મળ્યું હતું કે, અજિત કુમાર ફિલ્મના શૂટિંગ માટે સ્ટંટ કરી રહ્યો છે. તે દરમિયાન તેમની કારે પલટી મારી હતી.