આવી અફવાઓ પર ચર્ચા કરવી એ સમયની બરબાદી છે

સુધાંશુ પાન્ડેએ સૌથી લોકપ્રિય સિરિયલ ‘અનુપમા’ને અલવિદા કરી દીધું છે. એને જોતાં એવી ચર્ચા ચાલી રહી છે કે શોમાં અનુપમાના રોલમાં દેખાતી રૂપાલી ગાંગુલી સાથે તેના મતભેદ થયા હતા એથી તેણે શો છોડવો પડ્યો હતો. એના પર સુધાંશુ કહે છે કે આવી બાબતો પર ચર્ચા કરવી એ સમયની બરબાદી છે. સુધાંશુ આ સિરિયલમાં વનરાજ શાહના રોલમાં હતો. તેને પૂછવામાં આવ્યું કે શોના શૂટિંગ દરમ્યાન રૂપાલી સાથે તારો તાલમેલ નહોતો જામતો એને કારણે શો છોડવો પડ્યો?

જવાબમાં સુધાંશુ કહે છે, ‘ખરેખર તો આ બધી વસ્તુઓ ખાલી દિમાગને કારણે થાય છે. મને સમજ નથી પડતી કે આ બધી અફવા આવે છે ક્યાંથી? એનું કોઈ અસ્તિત્વ નથી હોતું. એના પર ચર્ચા કરવી એ સમયની બરબાદી છે. આવી અફવાઓ પર ધ્યાન આપવાનો કોઈ અર્થ નથી.’