સલમાનથી પણ સવા શેર છે બોડીગાર્ડ ‘શેરા’, કરોડ રૂપિયાની લક્ઝરી કાર ખરીદી, જુઓ ફોટો


સલમાન ખાનના બોર્ડીગાર્ડ શેર એક સ્ટાર જેવી લાઈફ જીવે છે. તે માત્ર સારી કમાણી કરતો નથી પરંતુ એક લગ્ઝરી લાઈફ પણ જીવે છે. હાલમાં શેરાએ કરોડો રુપિયાની કાર ખરીદી છે.

બોલિવુડના સ્ટાર તો કરોડો રુપિયાના માલિક છે. આ સાથે તેના બોડીગાર્ડ પણ કરોડો રુપિયાની કાર લઈને ફરે છે. સુપરસ્ટાર સલમાન ખાનના બોડીગાર્ડ શેરાએ નવી લક્ઝરી કાર ખરીદી છે.

તો ચાલો જાણીએ આ કારની કિંમત શું છે.

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાએ પોતાની નવી કારના ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જેની કિંમત 1.4 કરોડથી શરુ થાય છે. શેરાએ કાર સાથેનો ફોટો પોસ્ટ કરતા કેપ્શનમાં લખ્યું ભગવાનના આશીર્વાદથી અમે અમારા ઘરમાં નવા સભ્યનું સ્વાગત કરીએ છીએ.

તમને જણાવી દઈએ કે, સલમાન ખાનનો બોડીગાર્ડ સ્ટાર જેવી લગ્ઝરી લાઈફ જીવે છે. ભલે તે બોડીગાર્ડ હોય પરંતુ કરોડો રુપિયાની કમાણી કરે છે,

હવે શેરાએ હાલમાં લગ્ઝરી કાર ખરીદી છે. તેમણે બ્લેક કલરની કાર ખરીદી છે. તેની કિંમત 1.4 કરોડ રુપિયા છે. સોશિયલ મીડિયા પર તેને પોસ્ટ કરેલા ફોટો પર તેના ચાહકો કોમેન્ટ પણ કરી રહ્યા છે.

શેરાનું રિયલ નામ ગુરમીત સિંહ જોલી છે. તે વર્ષ 1995થી સલમાન ખાનનો બોડીગાર્ડ છે, શેરાની પોતાની સિક્યોરિટી કંપની છે. જેનું નામ ટાઈગર સિક્યોરિટી છે.શેરાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતુ કે, જ્યાં સુધી જીવતો છું ભાઈ સાથે રહીશ.