જાણો કોણ છે ‘સ્ત્રી 2’ના બિટ્ટુની ચિટ્ટી, રિયલ લાઈફમાં ખુબ જ ગ્લેમર્સ છે જુઓ ફોટો

રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ સ્ત્રી 2માં તમામ સ્ટારની એક્ટિંગ શાનદાર જોવા મળી છે. જેમાં એક પોપ્યુલર પાત્ર હતુ ચંદેરીની કેટરીના એટલે કે ચિટ્ટી. જે બિટ્ટુની ગર્લફ્રેન્ડ હોય છે. તો ચાલો આજે આપણે સ્ત્રી 2ની ચિટ્ટી વિશે વધુ વિગતો જાણીએ.

અમર કૌશિક અને દિનેશની હોરર કોમેડી ફિલ્મ સ્ત્રી 2 ખુબ ચર્ચામાં છે. સ્ત્રી 2એ બોક્સ ઓફિસ્ પર તમામ રેકોર્ડ તોડી નાંખ્યા છે.

વર્લ્ડવાઈડ 600 કરોડનો આંકડો પાર કરી લીધો છે. આ ફિલ્મમાં રાજકુમાર રાવ, શ્રદ્ધા કપૂર, અપારશક્તિ ખુરાના, અભિષેક બેનર્જી અને પંકજ ત્રિપાઠીના રોલને ખુબ પસંદ કરવામાં આવ્યો છે.

સ્ત્રી 2માં જો કોઈએ રોલ જોઈને પેટ પકડીને હસ્યા હોય તો તે છે ચંદેરીની કેટરીના ચિટ્ટી, જે ખુબ લાઈમલાઈટમાં રહી હતી. સ્ત્રી 2માં તે બિટ્ટુની ગર્લફ્રેન્ડના રોલમાં જોવા મળી છે.જેને સરકટા લઈ જાય છે. તો ચાલો જાણીએ કે, ચિટ્ટીનો રોલ કોણે પ્લે કર્યો છે અને તેના કરિયર વિશે જાણીએ.

સ્ત્રી 2માં ચિટ્ટીની ભૂમિકામાં જોવા મળનારી અભિનેત્રી આન્યા સિંહ છે. આન્યા આ ફિલ્મમાં બિટ્ટીની ગર્લફ્રેન્ડ છે. ફિલ્મમાં લોકો તેને ચંદેરીની ગર્લફેન્ડ બોલાવે છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેનું કરિયર 7 વર્ષનું રહ્યું છે. જેમાં તેમણે માત્ર 5 ફિલ્મોમાં જ કામ કર્યું છે. જેમાંથી એક છે સ્ત્રી 2.

આન્યાએ ફિલ્મી કરિયરની શરુઆત 2017થી કરી હતી. તેની પહેલી ફિલ્મ કેદી બૈંડ હતી. ત્યારબાદ તેને કામ ન મળવાને કારણે ખુબ પરેશાન થઈ હતી. આ વચ્ચે તેને ઓટીટી કરિયર માટે શાનદાર પ્લેટફોર્મ મળ્યું હતુ. તેમણે નેવર કિસ યોર બેસ્ટ ફ્રેન્ડમાં કામ કરવાની તક મળી હતી.

તમને જણાવી દઈએ કે, આન્યા સિંહ ફિલ્મોની સાથે સાથે સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. કેટલીક વખત ટ્રોલિંગનો પણ સામનો કરવો પડે છે.