સપ્ટેમ્બરમાં જૂની હિટ ફિલ્મો – ‘મૈને પ્યાર કિયા’, ‘પરદેશ’, ‘રાજાબાબુ’ ફરીથી રીલીઝ થશે

તા.3 ટીવી ચેનલો અને યુ-ટ્યુબ પર જુની ફિલ્મો મફતમાં ઉપલબ્ધ હોવાને કારણે જુની ફિલ્મોની રીલીઝ મલ્ટી પ્લેક્સમાં કે સિંગલ સિનેમા હોલમાં નથી જોવા મળતી. જો કે અપવાદરૂપે જુની હિટ ફિલ્મોની રિ-રીલીઝ થતી રહેતી હોય છે.

સિનેમા હોલ છેલ્લા કેટલાક સમયથી પ્રેક્ષકોના દુકાળનો સામનો કરી રહ્યા છે, જેથી મનોરંજન જગતમાં ચિંતાની લહેર દોડી ગઇ.

ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ દર્શકોને સિનેમા હોલમાં ખેંચવા માટે ‘રોકસ્ટાર’ની સાથે બીજીવાર રિલીઝની એક સીરીઝ શરૂ કરી છે અને આ પગલું સદ્ભાગ્યે સફળ રહ્યું.

ત્યારબાદ ‘મૈને પ્યાર કિયા, દંગલ, રાજાબાબુ, લવ આજકાલ, પાર્ટનર’ અને ‘હમ આપકે હૈ કૌન’ સહિત અનેક ફિલ્મોના પ્રીમીયર થયા હતા, આ સાથે જ કેટલીક ફિલ્મો સપ્ટેમ્બરમાં રિ-રીલીઝ થનાર છે.

ખબરો મુજબ રિ-રીલીઝની યાદમાં પહેલા નંબરે શાહરૂખ ખાનની ફિલ્મ પરદેશ-1997 અને વીર-ઝારા-2004 છે. ખબરો મુજબ વીર-ઝારા 3-સપ્ટેમ્બરે રી-રીલીઝ થશે. સિનેમાઘરોમાં દરરોજ પસંદગીના શો થશે અને માંગ મુજબ શો વધારવામાં આવશે.

જ્યારે ‘પરદેશ’ 20 કે ’27 સપ્ટેમ્બરે રિ-રીલીઝ થવાની આશા છે અને તેના બારામાં અધિકૃત જાહેરાતની તેની રિ-રીલીઝની તારીખે પુષ્ટિ થશે. જ્યારે ‘તાલ’ 1999 પણ 20 સપ્ટેમ્બરે વાપસી કરશે. આ ફિલ્મમાં અક્ષય ખન્ના, અનિલ કપુર અને ઐશ્વર્યા રાય લીડ રોલમાં હતા.

ઉલ્લેખનીય છે કે કેટલીક સુપરહિટ ફિલ્મોને ફરીથી રજુ કરવાના ટ્રેન્ડમાં હોરર થ્રીલર ‘ડિમ્બાડ’, ‘હર દિલ અઝીઝ’, ‘ગેંગ્સ ઓફ વાસેપુર’, ‘રહેના હૈ તેરે દિલ મેં’ 18 સમાવેશ થાય છે. તાજેતરમાં મુંબઇમાં રિગલ સિનેમામાં ઓલ ટાઇમ બ્લોક બસ્ટર ફિલ્મ ‘શોલે’ રી-રીલીઝ થઇ હતી. જેને જોવા માટે લાઇન લાગી હતી.

તાજેતરમાં જ મિસ્ટર ઇન્ડિયા જેવી સુપરહિટ ફિલ્મોના દિગ્દર્શક શેખર કપૂરે ટ્વીટ કરીને ચાહકોને પૂછયું હતું કે કેટલા લોકો મોટા પડદા પર અને નાના પડદા પર મિસ્ટર ઇન્ડિયા જોઇ છે? અને તેની ઇચ્છા પણ વ્યકત કરી છે કે લગભગ 37 વર્ષ પહેલા રીલીઝ થયેલી ફિલ્મ મિસ્ટર ઇન્ડિયા ફરીથી રીલીઝ થવી જોઇએ, જેથી તેના ચાહકો તેનો આનંદ માણી શકે.

છેલ્લા કેટલાક સમયથી ફિલ્મ મિસ્ટર ઇન્ડિયાના રિમેકની પણ ચર્ચા થઇ રહી છે. ફિલ્મ જગતના જાણકારોના મતે સુપરહિટ ફિલ્મોને સિનેમાઘરોમાં ફરી રજૂ કરવાનો ખ્યાલ ઘણો જૂનો છે. પરંતુ ભારત જેવા દેશમાં દર વર્ષે આટલી મોટી સંખ્યામાં ફિલ્મો બને છે. નવી ફિલ્મો કલૈશની સાથે રીલીઝ થાય છે. આવી સ્થિતિમાં જુની હિટ ફિલ્મોને રિ-રીલીઝ માટે રીલીઝ ડેટ મળતી નથી.