ઉર્ફી જાવેદે ડ્રેસની નીચે ભડકો કર્યો! અખતરો ભારે પડી જાત! લોકો આગ બબૂલા – Daily News Gujarat

ઉર્ફી જાવેદે ડ્રેસની નીચે ભડકો કર્યો! અખતરો ભારે પડી જાત! લોકો આગ બબૂલા

ઉર્ફી જાવેદે તાજેતરમાં એક સ્ટંટ કર્યો હતો જેના કારણે તેની ભમર અને પાંપણ બળી ગયા હતા. ઉર્ફીએ ખુદ તેના ફેન્સને આ વાતની જાણકારી આપી હતી. સોશિયલ મીડિયા પર્સનાલિટી ઉર્ફી જાવેદ તેની ક્રિએટિવિટી અને સ્ટાઈલ માટે અવારનવાર ચર્ચામાં રહે છે. હાલમાં ઉર્ફીએ સોશિયલ મીડિયા પર તેના નવા ડ્રેસ અને ક્રિએટિવિટીથી બધાને ચોંકાવી દીધા છે.

તેણે એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં તેણે બ્લેક ડ્રેસ પહેર્યો છે અને તેની આસપાસ આગ લાગેલી જોવા મળે છે. આ આગ ભૂલથી નથી લાગી, પરંતુ તે ઉર્ફીની ક્રિએટિવીટીનો હિસ્સો હતો. જો કે આ આગને કારણે ઉર્ફીની પાંપણ અને ભમર બળી ગયા હતા.