ADVERTISEMENT
ADVERTISEMENT

ખતરો કે ખેલાડી 14માંથી આ સ્પર્ધકની સફર ખતમ, શિલ્પા-નિમ્રિતમાં ભયંકર બબાલ

રોહિત શેટ્ટી હોસ્ટેડ રિયાલિટી ટીવી શો ‘ખતરોં કે ખિલાડી 14’માંથી વધુ એક કન્ટેસ્ટન્ટ બહાર થઈ ગયો છે. દરેક નવા એવિક્શનની સાથે કોમ્પિટિશન વધુ ટફ થઈ રહી છે. ત્યારે એવી અટકળો ચાલુ છે કે, કયો ખેલાડી આ સિઝનનો વીનર થઈ શકે છે. તમને જણાવી દઈએ કે, આ સિઝનમાં સ્ટન્ટ્સની સાથે દર્શકોનો ડ્રામ પણ જોવા મળી રહ્યો છે. ખેલાડી હંમેશાં જ એકબીજાની સાથે ઝઘડી પડે છે જેના કારણે તે લોકોને ટ્રોલિંગનો સામનો કરવો પડે છે.

આ વખતે કયો કન્ટેસ્ટન્ટ એવિક્ટ થયો

આ વખતે અદિતિ શર્મા ખતરોં કે ખિલાડી 14’માંથી બહાર થઈ ગઈ છે. ફિયર ફંદામાં તે શાલીન ભનોટની સામે હારી ગઈ હતી જેના પછી તેને આ શોમાંથી બહાર થઈ ગઈ. અદિતિ શર્માને ખતરો કે ખિલાડી 14ની સૌથી કમજોર કન્ટેસ્ટન્ટ હોવાનું કહેવામાં આવી રહ્યું હતું. તે સિઝનમાં પહેલા પણ એક વથત એવિક્ટ થઈ ગઈ હતી પરંતુ રોહિત શેટ્ટીએ કોઈનું પણ એવિક્શન નહીં કરવાનો નિર્ણય કર્યો હોવાથી તે બચી ગઈ હતી. જો કે, આ વખતે તેની કિસ્મતે તેને સાથ ન આપ્યો.

KKK14 બન્યો કુસ્તીનો અખાડો

ADVERTISEMENT
ADVERTISEMENT

આ વખતે શોના કન્ટેસ્ટન્ટે ખતરોં કે ખિલાડી 14’ને કુસ્તીનો અખાડો બનાવી દીધો છે. સિઝનની શરૂઆતમાં જ અમિસ રિયાઝે એવો માહોલ બનાવી દીધો કે જેના કારણે નેગેટિવિટી વધી ગઈ હતી. તેના પછી અત્યારે પણ ખિલાડીઓ વચ્ચે ઝઘડા થાય છે. સોશિયલ મીડિયા પર ખિલાડીઓને તેમના આવા વર્તણથી ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. તાજેતરમાં જ શિલ્પા અને નિમ્રિતની વચ્ચે ઝઘડો થયો હતો.

તાજેતરના એપિસોડમાં આ કન્ટેસ્ટન્ટ વચ્ચે થયો વિવ

ADVERTISEMENT
ADVERTISEMENT

શિલ્પા શિંદે અને નિમ્રિતની વચ્ચેનો ઝઘડો સોશિયલ મીડિયા પર ચર્ચાનું કારણ બન્યો છે. નિમ્રિતને સપોર્ટ કરતા ફેન્સે કમેન્ટ કરતા લખ્યું કે, શિલ્પા શિંદને કેમ પાછી બોલાવવામાં આવી છે. અન્ય એક યુઝરે લખ્યું, શિલ્પા શિંદેની જૂની આદત છે તે જરૂર કરતા વધારે જજ કરે છે. એક યુઝરે લખ્યું, શિલ્પા શિંદે ઓવર એક્ટિંગ કરે છે. આ વખતે ખતરો કે ખિલાડીમાં મજા નથી આવી હું બિગ બોસની રાહ જોયું છું.