તારક મહેતા કા ઉલ્ટા…’બબીતા જી’ કરોડોની માલકીન છે, એક એપિસોડની ફી સાંભળીનેચોંકી જશો!
Tarak Mehta Ka Ooltah Chashmah ની બબીતાજી દરેક ઘરમાં ખૂબ જ લોકપ્રિય છે. તે એક એપિસોડ માટે તગડી ફી લે છે, જે સાંભળીને તમને આંચકો લાગશે.
ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લા ઘણા સમયથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શોના ઘણા પાત્રો બદલાયા છે.
ઘણા લોકોએ શો છોડી દીધો પરંતુ તેમ છતાં શોની લોકપ્રિયતામાં કોઈ ઘટાડો થયો નથી. શોમાં બબીતાજીનું પાત્ર ભજવતી અભિનેત્રી Munmun Dutta હોય કે દયાબેનનું પાત્ર ભજવતી દિશા વાકાણી હોય. આ શોના દરેક પાત્રે દરેક ઘરમાં પોતાની ઓળખ બનાવી છે. તમને જણાવી દઈએ કે બબીતાજી એટલે કે મુનમુન દત્તાની સોશિયલ મીડિયા પર મોટી ફેન ફોલોઈંગ છે.
જાણીને નવાઈ લાગશે કે પોતાના હોટ ફિગરથી લોકોને રાતોની ઉંઘ ઉડાવનાર Munmun Dutta કરોડોની સંપત્તિની માલિક છે. એટલું જ નહીં, તે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના દરેક એપિસોડ માટે ભારે ફી લે છે.
17 વર્ષની ઉંમરે ડેબ્યૂ કર્યું
જણાવી દઈએ કે પશ્ચિમ બંગાળની Munmun Dutta સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે. તે અવારનવાર તેના ઇન્સ્ટાગ્રામ પર તેના ગ્લેમરસ ફોટોશૂટની તસવીરો શેર કરતી રહે છે. તેની તસવીરો જોઈને જ તેની વૈભવી જીવનશૈલીનો અંદાજ આવી શકે છે.
નોંધનીય છે કે મુનમુન દત્તા તેની અંગત જીવનને લઈને પણ ચર્ચામાં છે. તાજેતરમાં જ સમાચાર આવ્યા હતા કે અભિનેત્રીએ તેના કો-એક્ટર રાજ અનડકટ સાથે સગાઈ કરી લીધી છે. તેમના અફેરની ઘણી ચર્ચા થઈ હતી પરંતુ બાદમાં આ સમાચાર ફેક સાબિત થયા હતા.