69 વર્ષની ઉમરે સાઉથ સુપર સ્ટાર કમલ હાસને અમેરિકાની કોલેજમાં એડમિશન લીધું, AI અંગે અભ્યાસ કરશે

ઇન્ડિયન, ચાચી 420, અપ્પુ રાજા સહિત અનેક ફિલ્મો આપનાર અભિનેતા રાજનેતા કમલ હાસન 69 વર્ષની ઉમરે હવે કોલેજમાં એડમિશન લીધું છે. તેં અમેરિકામાં 90 દિવસ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એ.આઈ) નો અભ્યાસ કરશે.

નવી ટેકનોલોજી વિશે જાણવામાં રસ ધરાવતા અભિનેતા કમલ હાસન હવે થોડો સમય માટે અભિનય અને રાજકારણ માંથી બ્રેક લેશે અને અમેરિકામાં અભ્યાસ કરશે.

કમલ હાસને અમેરિકાનો ટોચની કોલેજમાં એડમિશન મેળવ્યું છે. આ કોર્સ 90 દિવસનો છે પરંતુ તે 45 દિવસ ત્યાં રહીને શીખશે, અન્યથા ભારતથી ઓનલાઈન અભ્યાસ કરશે. ભારતમાં તેના વર્ક કમિટમેન્ટ હોવાથી તેને 45 દિવસ બાદ પરત ફરવું પડશે.

જ્યારે કમલ હાસને ગયા વર્ષે અબુ ધાબીમાં ડેક્કન હેરાલ્ડને એક ઈન્ટરવ્યુ આપ્યો ત્યારે તેણે કહ્યું, મને નવી ટેક્નોલોજી વિશે શીખવાની મજા આવે છે. હું મારી ફિલ્મોમાં પણ નવી ટેક્નોલોજીનો પ્રયોગ કરતો રહું છું. આ કારણે જ કમલ હાસનની નજીકના એક સૂત્રનું કહેવું છે કે તે આ કોર્સ તેના આગામી પ્રોજેક્ટ્સમાંથી એક માટે કરી રહ્યો છે.

કમલ હાસનના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કમલ હાસન છેલ્લે ‘ઇન્ડિયન 2’માં જોવા મળ્યો હતો. હવે તે મણિરત્નમના નિર્દેશનમાં બની રહેલી ‘ઠગ લાઈફ’માં જોવા મળશે. તમને જણાવી દઈએ કે, કમલે આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું છે. આ સિવાય તે ‘ઇન્ડિયન 3’ પર પણ કામ કરી રહ્યો છે જે 2025માં રિલીઝ થઈ શકે છે.