પૂરણ પોળી ખાનાર વર્ગ જ અલગ છે. આજે પૂરણ પોળી ઘરે કેવી રીતે બનાવવી તેની રેસિપી જણાવીશું. અહીં આપેલા સ્ટેપ ફોલો કરશો તો ઘરે પણ બજાર જેવી પૂરણ પોળી બનશે. તો ચાલો બનાવીએ પૂરણ પોળી
પૂરણ પોળી બનાવવાની સામગ્રી
ADVERTISEMENT
ADVERTISEMENT
- 1 કપ ચણા દાળ,
- 3 કપ પાણી,
- 1 કપ ખાંડ,
- 1 ચમચી એલચી પાવડર,
- જાયફળ ભૂકો,
- 2 કપ લોટ,
- 1 ચમચી મીઠું,
- 2 ચમચી ઘી,
પૂરણ પોળી બનાવવાની રીત
ADVERTISEMENT
ADVERTISEMENT
- ચણાની દાળને પાણીથી ધોઈને પ્રેશર કુકરમાં 3 થી 4 સીટી વાગે ત્યાં સુધી પકાવી લો.
- ઠંડી થાય એટલે તેને દરદરી પીસી લો અથલા મેશ બનાવી લો.
- તેમાં ખાંડ,પીસેલું જાયફળ અને એલચી પાઉડર નાખીને ધીમા તાપે પકાવો.
- ધીમા તાપે સત્તત હલાવતા રહો જ્યાં સુંધી તે સૂકાઈ ન જાય પછી આ મિશ્રણને ઠંડુ થવા દો.
- એક બાઉલમાં મેંદાનો લોટ લો તેમાં મીઠું અને ઘી નાખીને મિક્સ કરી લો.
- પછી તેમાં પાણી નાખીને પરફેક્ટ લોટ બાંધી લો અને તેના પર કપડુ ઢાંકીને થોડી વાર રાખી મૂકો.
- 30 મિનિટ પછી આ લોટ પાપડી તૈયાર કરીને તેમાં દાળનું સ્ટફિંગ ભરીને તેને રોટલી જેમ વણી લો.
- પછી એક તવો ગરમ કરો અને તેને બંને સાઈડ ઘી લગાવીને શેકી લો. તમારી પૂરણ પોળી ડિશ તૈયાર છે. આને તમે ઘી અને અથાણાં સાથે સર્વ કરી શકો છો.