સાંભળવામાં નવીન લાગશે, પરંતુ નોંધી લો ઝીરો ઓઈલ બ્રેડ પકોડા બનાવવાની રેસિપી – Daily News Gujarat

સાંભળવામાં નવીન લાગશે, પરંતુ નોંધી લો ઝીરો ઓઈલ બ્રેડ પકોડા બનાવવાની રેસિપી

ચોમાસાની સિઝનમાં પકોડાની વાત આવે તો દરેકના મોઢામાં પાણી આવી જાય તે સ્વાભાવિક છે. આજે ઝીરો ઓઈલમાં બ્રેડ પકોડા કેવી રીતે બનાવવા તેની રેસિપી ગુજરાતી જાગરણ તમને જણાવશે. સાંભળવામાં થોડું અજુગતુ લાગે પરંતુ આ રીતે બનાવેલા બ્રેડ પકોડા પણ તમને ટેસ્ટી લાગશે. તો એકવાર જરૂર ટ્રાય કરશો.

ઝીરો ઓઈલ બ્રેડ પકોડા બનાવવાની સામગ્રી

બ્રેડ
બટાકા
લાલ મરચુ પાવડર
આમચુર પાવડર
ફુદીના પાવડર
અજમો
સમારેલી ડુંગળી
સમારેલું લાલ મરચું
મીઠું
ટામેટાનો સોસ
હળદર
ચણાનો લોટ

ઝીરો ઓઈલ બ્રેડ પકોડા બનાવવાની રીત

સૌથી પહેલા નોનસ્ટીક કઢાઈમાં 4 બ્રેડને શેકી લો. બન્ને સાઈડ બેથી ત્રણ મિનિટ શેકી દો.
બટાકા બાફીને તેનો છૂંદો બનાવી દો. પછી તેમા સમારેલું લીલું મરચું, ડુંગળી, લાલ મરચું પાવડર, ફુદીના પાવડર, મીઠું ઉમેરી બધું મિક્સ કરી દો.
પછી બ્રેડ પર ટામેટા સોસ લગાવી દો. પછી તેના પર મસાલો પાથરી દો. પછી બીજી બ્રેડ તેના પર ઢાંકી દો.
હવે એક તપેલીમાં ચણાનો લોટ લો. તેમા થોડો અજમો, લાલ મરચું પાવડર, મીઠું, હળદર અને પાણી ઉમેરી બેટર બનાવો. બેટર પાતળુ બનાવવું.
હવે માસાલો ભરેલી બ્રેડને ત્રિકોણ આકારમાં બે ભાગમાં કાપી લો.
હવે નોન સ્ટીક કઢાઈ ગેસ પર ગરમ કરો. પછી બેટરમાં બ્રેડ મૂકી પછી તેને તવા પર મૂકીને શેકી લો. વારાફરતી તેને ફેરવતા રહો.બરાબર શેકાઈ ગયા બછી તેને બહાર લઈ લો. ચટણી સાથે તેને ખાઈ શકો છો. ઝીરો ઓઈલ બ્રેડ પકોડા તૈયાર છે.