ઘરમાં મીઠાઈનો ઉલ્લેખ હોય અને મનમાં હલવાનું નામ ન આવે તે શક્ય નથી. તમે ઘણા પ્રકારના હલવા ખાધા હશે, પરંતુ આજે અમે તમને પપૈયાનો હલવો બનાવવાની રીત જણાવીશું. તમારી સ્વીટ ક્રેવીંગને સંતોષવા માટે આ એક શ્રેષ્ઠ વિકલ્પ છે. તમને જણાવી દઈએ કે, તે માત્ર સ્વાદિષ્ટ જ નથી, તેને ખાવાથી તમારી પાચનક્રિયા પણ સુધરે છે. ચાલો તેને બનાવવાની સરળ રીત જણાવીએ.
સામગ્રી
- પપૈયું (પાકેલું) – 1 નંગ
- દૂધ – 1/2 લિટર
- ખાંડ – 1/2 કપ
- ડ્રાય ફ્રુટ્સ – 1 ચમચી
- એલચી પાવડર – 1/4 ચમચી
- દેશી ઘી – 2 ચમચી
બનાવવાની રીત
- સૌથી પહેલા પાકેલા પપૈયાની છાલ કાઢી, તેને બાજુ પર રાખો અને પપૈયાના ટુકડા કરી લો.
- હવે એક જાડા તળિયાવાળી કડાઈ લો, તેમાં ઘી નાખીને ગરમ કરો.
- આ પછી, કડાઈમાં પપૈયાના ટુકડા ઉમેરો અને તેને ધીમી આંચ પર 5 મિનિટ માટે સાંતળો.
- હવે કડાઈમાં દૂધ નાખો અને સતત હલાવતા રહો.
- આ પછી, જ્યારે દૂધ સંપૂર્ણપણે મિક્સ થઈ જાય, ત્યારે હલવામાં ખાંડ, એલચી પાવડર અને બારીક સમારેલા ડ્રાયફ્રૂટ્સ ઉમેરો.
- આ પછી, જો ઘી ઓછું હોય અથવા હલવો કડાઈ પર ચોંટી જાય તો તમે થોડું ઘી ઉમેરી શકો છો.
- હલવામાંથી બધુ દૂધ સુકાઈ જાય એટલે ગેસ બંધ કરી દો.
- તૈયાર છે ટેસ્ટી પપૈયાનો હલવો. તેને ડ્રાય ફ્રૂટ્સથી ગાર્નિશ કરીને ગરમા-ગરમ સર્વ કરો.