બાળ ગોપાલને માખણ ખૂબ જ પ્રિય છે. તેઓ ચોરી ચોરીને પણ માખણનો લુપ્ફ ઉઠાવતાં હતા. ત્યારે જન્માષ્ટમી પર તમે ઘરે બનાવેલ માખણનો ભોગ ધરાવીને બાળ ગોપાલને ખુશ કરી શકો છો. ઘરે તાજું માખણ બનાવવું ખૂબ જ સરળ છે. તેના માટે માત્ર બે વસ્તુની જરૂર છે. દૂધ અને ઠંડુ પાણી
માખણ બનાવવા માટે સૌથી પહેલા દૂધને ઉકાળો અને ઠંડું કરો.
જ્યારે તેની ઉપર મલાઈનું સારું એવું સ્તર જામી જાય ત્યારે તેને એકઠું કરો. આ મલાઈને એક વાસણમાં રાખીને ફ્રિજમાં મૂકી દો.
જો તમારી પાસે પહેલાથી જ મલાઈ પડેલી છે તો તેનો ઉપયોગ કરી શકો છો. હવે મોટું વાસણ લો અને તેને ભેગી કરેલી મલાઈને ધીરે ધીરે હલાવો. શરૂઆતમાં તે હલ્કી ક્રીમ જેવું હશે જોકે સતત હલાવતાં તે મલાઈ ગાઢી થઈ જશે અને આખરે માખણ બનવા લાગશે. થોડી વાર પછી એક તરફ માખણ અને બીજી તરફ છાશ દેખાવા લાગશે.
હવે માખણને કાઢીને તેને ઠંડા પાણીથી ધોઈ લો. જેથી તેમાંથી બચેલી છાશ નીકળી જાય અને માખણ પૂરી રીતે સાફ થઈ જાય. માખણને હાથમાં હળવેથી દબાવીને પાણી કાઢી નાખો અને સાફ વાસણમાં મૂકી દો. ખાસ જન્માષ્ટમી પર બાળ ગોપાલને તમારા હાથે ઘરે બનાવેલું માખણનો ભોગ ધરાવો.
જો તમને આ લેખ પસંદ આવ્યો હોય, તો પછી તેને શેર કરવાનું ભુલશો નહીં. આવા વધુ લેખો વાંચવા માટે ગુજરાતી જાગરણ સાથે જોડાયેલા રહો.