વરસાદમાં તિખું ખાવાનું મન થયું છે? તો જાગનગરના ફેમસ ઘુઘરા બનાવવો ઘરે, નોંધી લો રેસિપી – Daily News Gujarat

વરસાદમાં તિખું ખાવાનું મન થયું છે? તો જાગનગરના ફેમસ ઘુઘરા બનાવવો ઘરે, નોંધી લો રેસિપી

વરસાદની સિઝનમાં તિખું અને ચટપટું ખાવાનું મન થાય તો તમે ઘુઘરાને ટ્રાય કરી શકો છો. તેમાય જામનગરના ઘુઘરાનો ટેસ્ટ હોય તો વાત જ શું થાય. તો ચાલો આજે જાગનગરના ફેમસ ઘુઘરા ઘરે કેવી રીતે બનાવવા તેની રેસિપી જોઈએ.

  • જાગનગરના ફેમસ ઘુઘરા બનાવવાની સામગ્રી
  • ઘઉં કે મેંદાનો લોટ,
  • મીઠું,
  • તેલ,
  • પાણી,
  • બાફેલા બટાકા,
  • લીલા મરચા,
  • આમચૂર પાઉડર,
  • લાલ મરચું પાઉડર,
  • ગરમ મસાલો,
  • કોથમરી,
  • આખા લાલ મરચા,
  • લસણની કળી,
  • લીંબુનો રસ.

જાગનગરના ફેમસ ઘુઘરા બનાવવાની રીત

સ્ટેપ-1
સૌ પ્રથમ એક બાઉલમાં ઘઉં કે મેંદાનો લોટ, મીઠું અને તેલ નાખી બરોબર મિક્સ કરીને થોડુ પાણી ઉમેરીને લોટ બાંધી લો.

સ્ટેપ-2
હવે બાફેલા બટાકાને મેશ કરી તેમાં લીલાં મરચા,આમચૂર પાઉડર,લાલ મરચું પાઉડર,ગરમ મસાલો,કોથમરી અને મીઠું નાખી બરોબર મિક્સ કરી સ્ટફિંગ તૈયાર કરી લો.

સ્ટેપ-3
લોટમાંથી લૂઓ લઈને ઘૂઘરા માટે પુરી બનાવીને તેમાં સ્ટફિંગ ભરીને બંને બાજુથી કિનારી દબાવીને બરોબર પેક કરીને ઘુઘરા તૈયાર કરો.

સ્ટેપ-4
હવે એક કડાઈમાં તેલ ગરમ કરીને તેમાં ઘુઘરા નાખીને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળીને એક વાસણમાં કાઢી લો.

સર્વ કરો
હવે એક સર્વિશીંગ પ્લેટમાં ઘુઘરા કાઢી તેના ટૂકડા કરી ઉપર લીલી-લાલ અને ખાટી-મીઠી ચટણી, ઝીણી સેવ અને કોથમરી ગાર્નિશ કરીને સર્વ કરો.