આજે ટ્રાય કરો ચટપટા ડુંગળીના પરાઠા, નોંધી લો રેસિપી – Daily News Gujarat

આજે ટ્રાય કરો ચટપટા ડુંગળીના પરાઠા, નોંધી લો રેસિપી

ચટપટું અને અવનવું ખાવાનું મન થયું હોય તો આજે બનાવો ડુંગળીના પરાઠા. આ થોડી યુનિક રેસિપી છે. એકવાર બની ગયા પછી સાંજના નાસ્તામાં ચા સાથે મજા પડશે. ચાલો બનાવીએ ડુંગળીના પરાઠા.

ડુંગળીના પરાઠા બનાવવાની સામગ્રી

  • ડુગળી,
  • મીઠું,
  • લાલ મરચુ પાવડર,
  • તલ,
  • આમચુર પાવડર,
  • અજમો,
  • ચાટ મસાલો,
  • કોથમરી,
  • લીલા મરચા ,
  • તેલ,
  • ઘઉનો લોટ
  • શેકેલા જીરાનો પાવડર
  • ધાણાજીરું.

ડુંગળીના પરાઠા બનાવવાની રીત

  • બાઉલમાં બારીક ચોપરમાં ચોપ કરેલી ડુંગળી લો. તેમા મીઠું, લાલ મરચુ પાવડર, તલ, આમચુર પાવડર, અજમો, ચાટ મસાલો, બારિક સમારેલી કોથમરી અને લીલા મરચા ઉમેરો.
  • બધુ મિક્સ કરી ત્રણ મિનિટ સાઈડમાં મૂકી દો. પછી તેમા શેકેલા જીરાનો પાવડર અને ઘાણાજીરું ઉમેરો.
  • હવે તેમા એક કપ રોટલીનો લોટ ઉમેરી બરાબર મિક્સ કરી લોટ બાંધો. જરૂર પ્રમાણે લોટ અને પાણી ઉમેરી લોટ થોડો કડક રાખવો. પછી તેલ ઉમેરી બરાબર મસળી લેવો.
  • હવે નાના લુવા બનાવી, પાટલી પર લોટ નાખી પરાઠા વણી લો.
  • પછી તવી પર તેલની મદદથી બરાબર શેકી લો. તો તૈયાર છે તમારા ડુંગળીના પરાઠા.