કાઠિયાવાડી સ્ટાઈલમાં લસણની ચટણી બનાવવાની રેસિપી – Daily News Gujarat

કાઠિયાવાડી સ્ટાઈલમાં લસણની ચટણી બનાવવાની રેસિપી

લસણની ચટણી જોઈ મોટાભાગના લોકોના મોઢામાં પાણી આવી જતું હોય છે. જમવામાં લસણની ચટણી હોય તો સ્વાદ બમણો થઈ જાય છે. તેમાય ભાખરી કે પરાઠા હોય અને સાથે લસણની ચટણી હોય એ પણ કાઠિયાવાડી સ્ટાઈલમાં બનાવેલી તો પુછવું જ શું. આવો આજે આપણે કાઠિયાવાડી સ્ટાઈલમાં લસણની ચટણી કેમ બનાવવી તેની રેસિપી જોઈશું. આ લસણની તીખી અને ચટપટી ચટણી જોઈ તમને પણ ખાવાનું મન થઈ જશે.

કાઠિયાવાડી સ્ટાઈલમાં લસણની ચટણી બનાવવાની સામગ્રી

લસણ,
લાલ મરચું પાવડર,
મીઠું,
ખાંડ

કાઠિયાવાડી સ્ટાઈલમાં લસણની ચટણી બનાવવાની રીત

સ્ટેપ-1
સૌ પ્રથમ એક ગાઠિયો લસણ લઈ ને ફોલી લો અને લસણની કળીઓને પ્લેટમાં રાખો.

સ્ટેપ-2
હવે ખાયણીમાં લસણની કળીઓ, લાલ મરચું પાવડર, ખાંડ અને મીઠું નાખો.

સ્ટેપ-3
હવે તેને થોડી બરછટ થાય ત્યાં સુધી ખાંડી લો. તમે આમા જરૂર મુજબ થોડી તેલ પણ ઉમેરી શકો છો.

સ્ટેપ-4
હવે તેને એક પ્લેટમાં બહાર કાઢી લો, તમે તેને કાચના કન્ટેનરમાં સ્ટોર કરી શકો છો. તમે રાત્રે ડિનરમાં ભાખરી કે બાજરી રોટલા અને સેવ ટામેટાના શાક સાથે સર્વ કરો.