ઉપવાસમાં પણ ભજીયા? હા કાઠિયાવાડમાં તો આ સમાન્ય છે. ઉપવાસમાં બધી વાનગી બને આથી જ ઘણા લોકો કહે છે કે સામાન્ય દિવસ કરતા ઉપવાસના દિવસે વધારે ખવાઈ જાય છે. આજે આપણે ઉપવાસમાં ખવાય તેવા ફરાળી ભજીયાની રેસિપી જોઈશુ. ગુજરાતી જાગરણની જો આ રેસિપી તમને પસંદ આવે તો શેર કરવાનું ભૂલશો નહીં.
ફરાળી ભજીયા બનાવવાની સામગ્રી
બટાકા,
કોથમીર,
લીલા મરચા,
આદુ,
મીઠું,
ખાંડ,
લીંબુનો રસ,
રાજગીરાનો લોટ,
સામાનો લોટ,
તલ,
સુકાયેલું નાળિયેર,
સીંગદાણા,
દહીં,
મરચું,
તેલ.
ફરાળી ભજીયા બનાવવાની રીત
સ્ટેપ-1
સૌ પ્રથમ બટાકાને ધોઈ તેની છાલ ઉતારીને ખમણી વડે છીણ બનાવી લો.
સ્ટેપ-2
હવે એક બાઉલમાં બટાકાનું છીણ, આદુ-મરચાની પેસ્ટ, કોથમરી, કોપરાનું ખમણ, તલ, શેકેલા જીરાનો પાઉડર, મરી પાઉડર,સામાનો લોટ, રાજગરાનો લોટ, મગફળીનો ભુકો ઉમેરીને મિક્સ કરી લો.
સ્ટેપ-3
હવે તેમાં મીઠું,ખાંડ,લીંબુનો રસ ઉમેરીને મિક્સ કરીને બેટર બનાવી લો.
સ્ટેપ-4
હવે એક કડાઈમાં તેલ ગરમ કરીને તેમાં ક્રિસ્પી ભજીયા તળી લો. તૈયાર છે બટાકાના ફરાળી ભજીયા તમે સર્વ કરી શકો છો.