શું તમને રસોઈ બનાવવી ગમે છે? એટલા માટે તમે હંમેશા કંઈક નવું કરવાનો પ્રયાસ કરતા રહો છો. શું તમને ચટણીનો સ્વાદ ગમે છે? શું આ પણ કોઈ પ્રશ્ન છે? ખાસ કરીને વાત જ્યારે ચટણીની આવે ત્યારે તેને બનાવવાનો પ્રયત્ન તો કરવો જ પડે છે. તમે વિવિધ પ્રકારની ડુંગળીની ચટણીનો સ્વાદ તો લીધો જ હશે, પરંતુ શું તમે ક્યારેય આમલી અને ડુંગળીની ચટણી બનાવી છે?
શું તમે જાણવા માંગો છો કે તે કેવી રીતે બનાવી શકાય છે આ ડુંગળી અને આમલીની ચટણી તો આ આર્ટિકલને અંત સુધી જરુર વાંચો.
ડુંગળી અને આમલીની ચટણી માટેની સામગ્રી:
1 મોટી ડુંગળી, ઝીણી સમારેલી, 1 કપ આમલીની પેસ્ટ, 1/2 કપ પાણી, 1/4 કપ બ્રાઉન સુગર, 1/4 ચમચી વાટેલું જીરું, 1/4 ચમચી કોથમીર, સ્વાદ મુજબ મીઠું, 1-2 સૂકું લાલ મરચા ,
ડુંગળી અને આમલીની ચટણી કેવી રીતે બનાવવી?
- ગેસ ચાલુ કરીને મીડિયમ આંચ પર એક પેનમાં તેલ ગરમ કરો. હવે આ તેલમાં ઝીણી સમારેલી ડુંગળી નાખો અને તેને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળી લો.
- જ્યારે ડુંગળી ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યારે તેમાં આમલીની પેસ્ટ, 1/2 કપ પાણી, 1/4 કપ બ્રાઉન સુગર, 1/4 ચમચી વાટેલું જીરું, 1/4 ચમચી કોથમીર, સ્વાદ મુજબ મીઠું, 1-2 સૂકા લાલ મરચાં નાખો અને બરાબર મિક્સ કરી લો.
- હવે તેને ઉકળવા દો. જ્યારે તે ઉકળી જાય ત્યારે ગેસની આંચ ધીમી કરીને 10-15 મિનિટ અથવા ચટણી ઘટ્ટ થાય ત્યાં સુધી તેને પકાવો.
- 15 મિનિટ પછી ગેસ બંધ કરી દો. તમારી મસાલેદાર આમલીની ચટણી તૈયાર છે. તેને ગેસ પરથી ઉતારો અને ઠંડુ થવા દો.
- તમે આ ચટણીને સ્ટોર કરીને પણ રાખી શકો છો. જ્યારે ચટણી ઠંડી થઈ જાય ત્યારે તેને એક એરકન્ટેનરમાં ભરીને 1 અઠવાડિયા સુધી ફ્રિજમાં રાખી શકો છો.