મહાદેવના પ્રસાદ માટે આ રીતે બનાવો મેંગો લાડુ, ખૂબ જ ખાસ છે આ રેસિપી – Daily News Gujarat

મહાદેવના પ્રસાદ માટે આ રીતે બનાવો મેંગો લાડુ, ખૂબ જ ખાસ છે આ રેસિપી

શ્રાવણ મહિનાના સોમવારે ભગવાન શિવનો જળાભિષેક અને રુદ્રાભિષેક કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે શ્રાવણ મહિનામાં શિવલિંગ પર દૂધ ચઢાવવાથી સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે, આ જ કારણે શ્રાવણ મહિનામાં ભગવાન શિવને દૂધ ચઢાવવામાં આવે છે.

વ્રત દરમિયાન ભગવાન શિવને વિવિધ વસ્તુઓનો પ્રસાદ પણ અર્પણ કરવામાં આવે છે. જો તમે પણ આ શ્રાવણ મહિનામાં ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે પ્રસાદમાં કંઈક અલગ અને ટેસ્ટી બનાવવા માંગે છો તો ટ્રાય કરો મેંગો લાડુ. આ લાડુ ટેસ્ટી હોવાની સાથે બનાવવામાં પણ ખૂબ જ સરળ છે. તો ચાલો જાણીએ આ લાડું બનાવવાની રેસિપી..

સામગ્રી

  • અડધો કપ કેરીનો પલ્પ
  • અડધો કપ કન્ડેન્સ્ડ મિલ્ક
  • એક કપ નાળિયેરનો પાવડર
  • એક ચમચી એલચીનો પાવડર
  • અડધો કપ મિક્સ ડ્રાય ફ્રૂટ્સ

મેંગો લાડુ બનાવવાની રીત

  • મેંગો લાડુ બનાવવા માટે સૌથી પહેલા એક તપેલામાં નાળિયેરનો પાઉડર નાખીને ત્યાં સુધી સેંકો જ્યાં સુધી તેનો રંગ આછો બ્રાઉન ન થાય અને તેમાંથી સુગંધ ન આવવા લાગે.
  • આ પછી પેનમાં કેરીનો પલ્પ, કન્ડેન્સ્ડ મિલ્ક, ડ્રાય ફ્રુટ્સ, એક ચપટી એલચી પાવડર નાખીને સારી રીતે મિક્સ કરી લો.
  • બધી વસ્તુઓને પેનમાં સારી રીતે હલાવતા રહીને ત્યાં સુધી સેંકો જ્યાં સુધી મિશ્રણ કણક જેવું સખત ન થઈ જાય. – જ્યારે તમને લાગે કે તે થોડું સખત અથવા નરમ છે ત્યારે ગેસ બંધ કરી દો.
  • હવે આ મિશ્રણને ઠંડુ કરીને હથેળી પર થોડું લઈને મિશ્રણને લાડુનો આકાર આપો.
  • એક ટ્રે પર નાળિયેરનો પાવડર નાખીને તેના પર તૈયાર લાડુ રાખતા જાઓ.
  • તમારા ટેસ્ટી મેંગોના લાડુ બનીને તૈયાર છે.