દાળ પુરી રેસીપી – Daily News Gujarat

દાળ પુરી રેસીપી

દાળ પુરી રેસીપી:

ચણાની દાળને 2-3 કલાક પલાળી, તેને બાફીને રાંધેલી દાળને મિક્સરમાં પીસી લો.

એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં જીરું અને હિંગ નાખો.

ડુંગળી અને લીલા મરચા ઉમેરીને સાંતળો.

વાટેલી દાળ, હળદર, ધાણા પાવડર અને મીઠું ઉમેરીને બરાબર પકાવો.

લોટમાં થોડું મીઠું અને પાણી મિક્સ કરો અને નરમ લોટ બાંધો.

લોટના નાના-નાના લૂઆ બનાવી તેમાં દાળનું સ્ટફિંગ ભરીને એક પછી એક રોલ કરો.

તેલ ગરમ કરો અને સોનેરી થાય ત્યાં સુધી તળો અને સર્વ કરો.