દહીંવડાં એવો ચટપટો નાસ્તો છે કો ઘણા લોકોના મોઢામાં પાણી આવી જાય છે. આજે આ દહીં વડાને ઘરે કેવી રીતે બનાવવા તેની રેસિપી આજે અમે અહીં જણાવીશું. જેને ફોલો કરીને તમે પણ લારી પર મળતા દહીં વડા જેવા દહીં વડા બનાવી શકશો.
સામગ્રી
અડદની દાળ,
ચોળીની દાળ
મગની દાળ,
લીલા મરચા,
આદુ,
કાળા મરી પાઉડર,
તેલ,
પાણી,
દહીં,
શેકેલું જીરું,
લાલ મરચું પાઉડર,
ખાટી-મીઠી આમલીની ચટણી,
લીલી ચટણી,
મીઠું,
કોથમરી,
ધાણાજીરું પાઉડર.
સ્ટેપ-1
સૌ પ્રથમ એક તપેલીમાં આ તમામ દાળ આખી રાત પલાળી રાખો. પછી સવારે પાણી કાઢી પીસીલો.
સ્ટેપ-2
હવે તેમાં સમારેલાં લીલાં મરચાં, આદુ, ખાવાનો સોડા અને મીઠું મિક્સ કરી લો.
સ્ટેપ-3
હવે એક પેનમાં તેલ ગરમ કરી પછી પેસ્ટમાંથી ગોળ આકારના વડા બનાવીને તેલમાં તળી લો.
સ્ટેપ-4
હવે એક વાસણમાં હુંફાળું પાણીમાં તળેલા વડા રાખીને પછી વડા નરમ થાય એટલે તેને હાથ વડે દબાવીને પાણી નિતારી લો.
સ્ટેપ-5
હવે એક વાસણમાં દહીં, જીરું પાવડર, લાલ મરચું પાવડર, કાળું મીઠું, આમલીની ચટણી, લીલી ચટણી અને સાદું મીઠું નાખીને મિક્સ કરી લો.
સ્ટેપ 6
હવે એક પ્લેટમાં વડા લો અને તેના ઉપર દહીં, લીલા ધાણા, જીરું પાવડર અને લાલ મરચું પાવડર નાખીને સર્વ કરો.