ADVERTISEMENT
ADVERTISEMENT

તળેલી વાનગીમાં તેલ રહી ન જાય તે માટે શું કરવું ? ટ્રાય કરો આ ટીપ્સ

મહિલાઓની સામાન્ય રીતે પૂરી, ભજીયા, પકોડા, પુરી તળતી વખતે ઘણી વાર તેલ રહી જવાની ફરિયાદ રહેતી હોય છે. ભારતમાં લોકો તળેલી વાનગીઓ ખાવાના ભારે શોખીનો છે. વધારે પડતાં તેલના સેવનથી અનેક સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ પણ સર્જાતી હોય છે. જો કે તળતી વખતે અનેક એવી બાબતો છે જો તેના પર ધ્યાન આપવામાં આવે તો સમસ્યાઓથી છુટકારો મળી શકે છે.

તળવા માટે તેલ વધારે રાખો
સામાન્ય રીતે આપણે ઓછા તેલમાં ભજિયા તળતાં હોય છે. પરંતુ જો તમે આવી ભૂલ કરો છો તો ધ્યાન રાખો. આવું કરવાથી ભજીયા એકબીજાને ચોંટી જાય છે. તેથી હંમેશા વધારે તેલમાં જ ભજિયા અથવા અન્ય ચીજો તળવાનો આગ્રહ રાખવો જોઈએ.

તેલમાં ચપટી મીઠું નાખી દો
જો તમે ભજીયા અથવા અન્ય ચીજો તળી રહ્યા છો ત્યારે તળતાં પહેલા તેમાં ચપટી મીઠું નાખી દો. જેથી તેમાં બિલકુલ ઓઈલ નહિ રહે.

ADVERTISEMENT
ADVERTISEMENT

ટિશ્યુ પેપરનો ઉપયોગ કરો
જ્યારે વાનગીઓ તળાઈ જાય ત્યારે તેને હંમેશા ટિશ્યુ પેપર પર મુકવાનો આગ્રહ રાખવો જોઈએ. જેથી કરીને વધારાનું તેલ ટિશ્યુ પેપર ચુસી લે છે.

યોગ્ય રીતે ગરમ કરેલા તેલનો ઉપયોગ કરો
તળવા માટે તેલ યોગ્ય તાપમાને હોવું જરુરી છે. જો તેલ ઠંડુ હશે તો તેમાં તેલ વધારે ભરાશે અને વાનગીનો સ્વાદ પણ નહિ આવે. તેથી તેલને સારી રીતે ગરમ થવા દો.

ADVERTISEMENT
ADVERTISEMENT