બાજરાના લોટના મુઠીયા ઢોકળા બનાવવાની રેસિપી

બાજરાના લોટના મુઠીયા ઢોકળા ઘરા ઘરોમાં બનતા હોય છે. આજે તમને બાજરાના લોટના પોચા અને ટેસ્ટી મુઠીયા કેવી રીતે બનાવવા તેની રેસિપી જણાવશે.

બાજરાના લોટના મુઠીયા બનાવવાની સામગ્રી

  • 2 કપ બાજરીનો લોટ
  • 1 કપ દૂધી, ખમણેલી
  • 1 કપ સમારેલી મેથી
  • 1 કપ સમારેલી ડૂંગળી
  • થોડી સમારેલી કોથમરી
  • 1 ચમચી લીલા મરચા સમારેલા
  • મીઠું
  • હળદર
  • લાલ મરચું પાવડર
  • ધાણાજીરું
  • હીંગ
  • તલ
  • લસણની પેસ્ટ
  • આખુ જીરું
  • વરિયાળી
  • બેકિંગ સોડા
  • ખાંડ
  • તેલ
  • લીંબુંનો રસ

બાજરાના લોટના ઢોકળા કે મુઠીયા બનાવવાની રીત

  • 1 કપ દૂધી, ખમણેલી, 1 કપ સમારેલી મેથી, લીલા મરચા ઉમેરી મિક્સ કરો. હવે તેમા મીઠું, હળદર, લાલ મરચું પાવડર, ધાણાજીરું, હીંગ, તલ, લસણની પેસ્ટ, આખુ જીરું, વરિયાળી, બેકિંગ સોડા, ખાંડ, તેલ, લીંબુંનો રસ , 1 કપ સમારેલી ડૂંગળી, થોડી સમારેલી કોથમરી ઉમેરી બરાબર મિક્સ કરો. જરૂર મુજબ પાણી ઉમેરી તેનો લોટ બાંધી લો.
  • હવે ઢોકળીયાને ગેસ પર મૂકો અને ડોકળીયાની પ્લેટ પર તેલ લગાવી લો. પછી તેમા આ લોટમાંથી ઢોકળાના સેપના આકારના બોલ બનાવી મૂકો અને બાફી લો.
  • બફાઈ ગયા પછી ચપ્પાની મદદથી તેને કાપી વધાર કરી લો. વઘાર માટે કઢાઈમાં તેલ લો પછી તેમા રાઈ, જીરુ, હીંગ, લાલ મરચું, મીઠા લીમડાના પાન ઉમેરો. પછી સમારેલા ઢોકળાને તેમા ઉમેરી મિક્સ કરો.