શ્રાવણ મહિનાના ઉપવાસમાં ચટપટું ખાવાનું મન થયું હોય તો આજે આપણે બનાવીશું સીંગદાણા ચાટ. આ રીતે બનાવેલા સીંગદાણા ચાટમાં ટેસ્ટ પણ અલગ આવશે. તો ચાલો બનાવીએ સીંગદાણા ચાટ.
- સીંગદાણા ચાટ બનાવવાની સામગ્રી
- મગફળી,
- બટેટા,
- કાકડી,
- લીંબુ,
- દાડમના દાણા,
- લીલી ચટણી,
- કાળા મરી પાવડર,
- શેકેલું જીરું પાઉડર,
- કોથમીર.
સીંગદાણા ચાટ બનાવવાની રીત
સ્ટેપ-1
સૌ પ્રથમ એક પ્રેશર કૂકરમાં સીંગદાણા પાણી,બટાકાના બે ભાગ કરીને થોડું મીઠું ઉમેરીને 3 કે 4 સીટી વાગે ત્યાં સુધી બાફી લો.
ADVERTISEMENT
ADVERTISEMENT
સ્ટેપ-2
હવે એક મિક્સર જારમાં લીલા મરચા,આદુ,સીંગદાણા,ફુદીનો-કોથમરી,લીંબુનો રસ અને ખાંડ ઉમેરીને ગ્રાઈન્ડ કરી પછી થોડું પાણી ઉમેરીને ચટણી બનાવી લો.
સ્ટેપ-3
હવે એક બાઉલમાં બાફેલા સીંગદાણા,બાફેલ બટાકા,સમારેલી કાકડી,મીઠું,શેકેલ જીરું,મરી પાઉડર ઉમેરો.
ADVERTISEMENT
ADVERTISEMENT
સ્ટેપ-4
હવે તેમાં લીલી ચટણી,કોથમરી,લીંબુનો રસ,દાળમના દાણા,ફરાળી ચેવડો ઉમેરીને મિક્સ કરી લો. તૈયાર છે ચટપટી સીંગદાણીની ચાટ તમે સર્વ કરી શકો છો.