ઉપવાસમાં પણ તીખું તમતમતું ખાવું છે? આ રહી ફરાળી રગડા પેટીસની રેસિપી – Daily News Gujarat

ઉપવાસમાં પણ તીખું તમતમતું ખાવું છે? આ રહી ફરાળી રગડા પેટીસની રેસિપી

ઘણા લોકોને ઉપવાસમાં પણ તીખું તમતમતુ ખાવાનું મન થતું હોય છે. તો શ્રાવણ માસના ઉપવાસમાં ફરાળી રગડા પેટીસ ઘરે કેવી રીતે બનાવવી તેની રેસિપી અમે અહીં જણાવીશું.

  • ફરાળી રગડા પેટીસ બનાવવાની સામગ્રી
  • તજ
  • લવિંગ
  • બાદીયા
  • જીરું
  • સુકા લાલ મરચા
  • આદુ-મરચાની પેસ્ટ
  • શીંગદાણા
  • મીઠું
  • ખાંડ
  • આમચૂર પાવડર
  • કોથમરી
  • બટાકા
  • તેલ
  • ખજૂરની ચટણી
  • ફરાળી રગડા પેટીસ બનાવવાની રીત
  • કઢાઈમાં ત્રણ ચમચી તેલી લો. તેમા તજ, લવિંગ, મરી અને બાદીયા ઉમેરો. પછી જીરું, સુકા લાલ મરચા, આદુ-મરચાની પેસ્ટ, બાફેલા શીંગદાણા, ફરાળી મીઠું ઉમેરો, પછી બધું બરાબર મિકસ કરો.
  • પછી તેમા મસાલા ઉમેરીશું, હવે તેમા હળદર, લાલ મરચું પાવડર અને થોડું પાણી ઉમેરો. પછી થોડીવાર પાકવા દો.
  • પછી તેમા બાફેલા બટાકાનો છૂંદો ઉમેરો.

    થોડો બાફેલા શીંદનો ભૂકો પણ ઉમેરી શકો છો. જેથી રગડો જાડો થાય. થોડીવાર તેને ઉકળવા દો. પછી થોડી ખાંડ અને આંબલીનું પાણી ઉમેરો. પછી કોથમરી ઉમેરી ગેસ બંધ કરી દો.
  • પેટીસ માટે બાફેલા બટાકાનો છૂંદો કરી દો. પછી તેમા મીઠું, શેકેલી શીંગનો પાવડર ઉમેરો, પછી દળેલી ખાંડ, આમચૂર પાવડર, આદુ મરચાની પેસ્ટ અને કોથમરી ઉમેરી બરાબર મિક્સ કરો.
  • પછી નાના નાના બોલ તૈયાર કરી લો.
  • નોન સ્ટીક તવી પર તેલ મૂકી આ બોલને સેલો ફ્રાય એટલે ઓછા તેલમાં બરાબર શેકી લેવી.
  • હવે એક પ્લેટમાં પેટીસ લો અને તેના પર રગડો ઉમેરો, તેમા ખજૂરની ચટણી અને તીખી ચટણી ઉમેરી શકો છો. તો તૈયાર છે તમારી ફરાળી રગડા પેટીસ.