ADVERTISEMENT
ADVERTISEMENT

બચી ગયેલી બ્રેડમાંથી બનાવી લો સ્વાદિષ્ટ રસગુલ્લા, આ રહી સરળ રેસિપી

ઘણી વખત ઘરે સવારના નાસ્તામાં સેન્ડવીચ અથવા ટોસ્ટ બનાવ્યા પછી કેટલીક બ્રેડ વધી જાય છે. જો તમે આ બ્રેડને ફેંકી દો છો તો અમે તમને આજે આ બચી ગયેલી બ્રેડમાંથી બનાવવાની એક સ્વાદિષ્ટ મીઠાઈ વિશે જણાવવા જઈ રહ્યા છે. આ ટેસ્ટી ડેઝર્ટ રેસિપીનું નામ છે બ્રેડ રસગુલ્લા. ત્યારે જાણો બ્રેડમાંથી સ્વાદિષ્ટ રસગુલ્લા બનાવવાની સરળ રેસિપી.

બ્રેડ રસગુલ્લા બનાવવા માટેની સામગ્રી

ADVERTISEMENT
ADVERTISEMENT
  • 5 બ્રેડ સ્લાઈસ
  • 1 કપ દૂધ
  • 1 કપ પાણી
  • 1 કપ ખાંડ
  • 1/4 કપ સમારેલા બદામ
  • 1/2 ચમચી એલચી પાવડર
  • 1 ચમચી લીંબુનો રસ

બ્રેડ રસગુલ્લા બનાવવાની રીત

ADVERTISEMENT
ADVERTISEMENT
  • સૌપ્રથમ બ્રેડ સ્લાઈસની કિનારીને હટાવીને બ્રેડના નાના ટુકડા કરી લો.
  • હવે એક પેનમાં દૂધ ગરમ કરીને તેમાં લીંબુનો રસ નાખી દૂધનું દહીં બનાવો.
  • જ્યારે દૂધ દહીં બની જાય ત્યારે તેને ગાળીને તેમાંથી છેના કાઢી લો.
  • હવે છેનાને ઠંડા પાણીથી સારી રીતે ધોઈને તેને બ્રેડના ટુકડા સાથે મિક્સ કરી લો.
  • છેના અને બ્રેડને સારી રીતે મેશ કરીને મિક્સ કરી લો.
  • હવે આ મિશ્રણમાંથી નાના-નાના બોલ બનાવીને તેને બાજુ પર રાખો.
  • આ પછી રસગુલ્લાની ચાસણી તૈયાર કરવા માટે એક પેનમાં પાણી અને ખાંડ ઉકાળો અને તેમાં એલચી પાવડર પણ ઉમેરો.
  • જ્યારે ચાસણી તૈયાર થઈ જાય ત્યારે તેમાં પહેલાથી તૈયાર કરેલા બોલ્સ નાખો અને તેને ચાસણી સાથે 15 મિનિટ સુધી ઉકાળો.
  • ટેસ્ટી બ્રેડ રસગુલ્લા તૈયાર છે.
  • તૈયાર કરેલા રસગુલ્લાને ચાસણીમાંથી કાઢી, તેમાં ડ્રાયફ્રૂટ્સ નાખીને ઠંડું કરીને સર્વ કરો.