ADVERTISEMENT
ADVERTISEMENT

Shubman Gill આ એક્ટ્રેસને કરી રહ્યો છે ડેટ? જન્મદિવસે તસવીરો થઇ વાયરલ

ભારતીય ટીમનો સ્ટાર ખેલાડી શુભમન ગિલ અવારનવાર ચર્ચામાં રહે છે. આજ સુધી ગિલના સંબંધો વિશે કોઈ જાણી શક્યું નથી પરંતુ તેનું નામ ઘણી અભિનેત્રીઓ સાથે જોડાઈ ચૂક્યું છે. ODI વર્લ્ડ કપ 2023 દરમિયાન ગિલનું નામ સારા તેંડુલકર સાથે જોડાયું હતું. આ અંગેની પોસ્ટ દરરોજ સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે. હવે ગિલનું નામ અન્ય અભિનેત્રી સાથે જોડવામાં આવી રહ્યું છે.

આ અભિનેત્રીએ હાલમાં જ ગિલને તેના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવી હતી, આ સિવાય બંને એકસાથે પણ જોવા મળ્યા હતા.

અવનીત કૌર સાથેના તસવીર વાયરલ થઇ

8મી સપ્ટેમ્બરે શુભમન ગિલનો જન્મદિવસ હતો. તેના ખાસ દિવસના અવસર પર અભિનેત્રી અવનીત કૌરે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક તસવીર શેર કરી છે. જેમાં બંને સાથે જોવા મળ્યા હતા. અવનીતે આ તસવીરના કેપ્શનમાં લખ્યું હતું કે, “હેપ્પી બર્થડે, શુભમન. તમે આવા લોકોને પ્રેરણા આપતા રહો અને મને તમારા પર ગર્વ છે. હવે એવી અટકળો ચાલી રહી છે કે શું શુભમન ગિલ અને અવનીત કૌર રિલેશનશિપમાં છે? આ પહેલા વર્ષ 2023માં બંને લંડનમાં સાથે ફરતા જોવા મળ્યા હતા. આ તસવીરો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ હતી.

અનન્યા પાંડે સાથે દેખાઇ ચૂક્યો છે ગિલ

ADVERTISEMENT
ADVERTISEMENT

હાલમાં જ એક જાહેરાત દરમિયાન શુભમન ગિલે બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડે સાથે ફોટોશૂટ કરાવ્યું હતું. સોશિયલ મીડિયા પર આ બંનેની તસવીરો સામે આવ્યા બાદ યુઝર્સને ફરી એકવાર ગિલનું નામ અનન્યા પાંડે સાથે જોડવાનો મોકો મળ્યો. જો કે હજુ સુધી ગિલ તરફથી તેમના સંબંધો અંગે કોઈ નિવેદન સામે આવ્યું નથી. સોશિયલ મીડિયા પર જ યુઝર્સ તેનું નામ કોઈને કોઈ વ્યક્તિ સાથે જોડતા રહે છે.

બાંગ્લાદેશ ટેસ્ટ સિરીઝ માટે ટીમમાં પસંદગી

ADVERTISEMENT
ADVERTISEMENT

આ દિવસોમાં શુભમન ગિલ દુલીપ ટ્રોફી 2024 રમી રહ્યો છે, જેમાં ગિલ ઇન્ડિયા Aની કેપ્ટનશીપ કરી રહ્યો છે. દરમિયાન, ગિલની બાંગ્લાદેશ સાથેની બે મેચની ટેસ્ટ સિરીઝ માટે ભારતીય ટીમમાં પસંદગી કરવામાં આવી છે. જે બાદ હવે ગિલ આ સિરીઝમાં રમતા જોવા મળી શકે છે.